સુરહ અન્-નિસા 17,18

PART:-259
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-17,18

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّمَا التَّوۡبَةُ عَلَى اللّٰهِ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السُّوۡٓءَ بِجَهَالَةٍ ثُمَّ يَتُوۡبُوۡنَ مِنۡ قَرِيۡبٍ فَاُولٰٓئِكَ يَتُوۡبُ اللّٰهُ عَلَيۡهِمۡ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(17)

અલ્લાહ તઆલા ફક્ત એવા લોકોની જ તૌબા કબૂલ કરે અને જલ્દી તેનાથી રોકાઈ જાય અને માફી માગે તો અલ્લાહ (તઆલા) પણ તેમની તૌબા કબુલ કરે છે. અલ્લાહ (તઆલા) મોટો ઈલ્મવાળો,હિકમતવાળો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘ 

وَلَيۡسَتِ التَّوۡبَةُ لِلَّذِيۡنَ يَعۡمَلُوۡنَ السَّيِّاٰتِ‌ ۚ حَتّٰۤى اِذَا حَضَرَ اَحَدَهُمُ الۡمَوۡتُ قَالَ اِنِّىۡ تُبۡتُ الۡــئٰنَ وَلَا الَّذِيۡنَ يَمُوۡتُوۡنَ وَهُمۡ كُفَّارٌ ‌ؕ اُولٰٓئِكَ اَعۡتَدۡنَا لَهُمۡ عَذَابًا اَ لِيۡمًا(18)

18).અને તેમની તૌબા કબૂલ નથી, જેઓ બૂરાઈઓ કરતા જાય ત્યાં સુધી કે તેમનામાંથી કોઈનું મૃત્યુ નજીક આવી જાય, તો કહી દે કે મેં હવે માફી માંગી,' તેમની માફી પણ કબૂલ થતી નથી જેઓ કુફ્રની હાલતમાં મરી જાય, આ એ લોકો છે જેમના માટે અમે સખત અઝાબ
તૈયાર કરી રાખ્યો છે.

તફસીર(સમજુતી):-

આનાથી સ્પષ્ટ છે કે મુત્યુ સમયની તૌબા કબૂલ નથી જેવું કે હદીસમા પણ આવે છે જેનુ બયાન આલે ઈમરાનની આયત 90 માં પણ આવી ગયું છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92