સુરહ આલે ઈમરાન 199 200

PART:-247
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-199,200
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنَّ مِنۡ اَهۡلِ الۡكِتٰبِ لَمَنۡ يُّؤۡمِنُ بِاللّٰهِ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡكُمۡ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِمۡ خٰشِعِيۡنَ لِلّٰهِ ۙ لَا يَشۡتَرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ ثَمَنًا قَلِيۡلًا ‌ؕ اُولٰٓئِكَ لَهُمۡ اَجۡرُهُمۡ عِنۡدَ رَبِّهِمۡ‌ؕ اِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(199)

199).અને જરૂર કિતાબવાળાઓમાંથી પણ કેટલાક
લોકો એવા છે, જેઓ અલ્લાહ પર ઈમાન લાવે છે અને તમારા તરફ જે ઉતારવામાં આવ્યું છે અને જે તેમના તરફ ઉતારવામાં આવ્યું તેના પર પણ. અલ્લાહ(તઆલા)થી ડરીને રહે છે, અને અલ્લાહ (તઆલા)ની આયતોને થોડા-થોડા મૂલ્યો પર નથી વેચતા, તેમનો
બદલો તેમના રબ પાસે છે. બેશક અલ્લાહ (તઆલા)જલ્દી હિસાબ લેનાર છે.

તફસીર (સમજુતી):-

આ આયતમાં કિતાબવાળાઓના તે જૂથનું વર્ણન છે જેમને નબી (.ﷺ)ની રિસાલત પર ઈમાન લાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તેમના ઈમાન અને ઈમાનના ગુણોનું વર્ણન કરી અલ્લાહ તઆલાએ બીજા કિતાબવાળાઓથી તેમને બહેતર કરી દીધા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اصۡبِرُوۡا وَصَابِرُوۡا وَرَابِطُوۡا وَاتَّقُوا اللّٰهَ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ(200)

200).અય ઈમાનવાળાઓ! તમે સબ્ર કરો, અને એકબીજાને થામીને રહો અને જિહાદ માટે તૈયાર રહો જેથી તમે સફળતા પ્રાપ્ત કરો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92