સુરહ આલે ઈમરાન 197 198

PART:-246
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-197,198
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

مَتَاعٌ قَلِيۡلٌ ثُمَّ مَاۡوٰٮهُمۡ جَهَنَّمُ‌ؕ وَ بِئۡسَ الۡمِهَادُ(197)

197).આ તો ઘણો ઓછો ફાયદો છે, તેના પછી તેમનું ઠેકાણું તો જહન્નમ છે અને તે ખરાબ ઠેકાણું છે.

તફસીર(સમજુતી):-

આ દુનિયાના સાધન, આરામ, સહુલતો જાહેર રીતે ભલે ગમે તેટલા વધારે કેમ ન હોય, ખરેખર થોડીક જ સામગ્રી છે. કેમ કે છેવટે તેને બરબાદ થવાનું છે અને તેની બરબાદી પહેલા તે લોકો જાતે બરબાદ થઈ જશે, જે તેને પ્રાપ્ત કરવા માટે અલ્લાહને પણ ભૂલી જાય છે અને દરેક રીતે સામાજિક બંધનો અને અલ્લાહની હદોનું ઉલ્લંઘન કરે છે.

لٰكِنِ الَّذِيۡنَ اتَّقَوۡا رَبَّهُمۡ لَهُمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا نُزُلًا مِّنۡ عِنۡدِ اللّٰهِ‌ؕ وَمَا عِنۡدَ اللّٰهِ خَيۡرٌ لِّلۡاَبۡرَارِ‌‌‍‌‍(198)

198).પરંતુ જે લોકો પોતાના રબથી ડરતા રહ્યા તેમના માટે
જન્નત છે, જેની નીચે નહેરો વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે, આ અલ્લાહના તરફથી મહેમાની છે, અને ભલાઈના કામ કરવાવાળાઓ માટે અલ્લાહ (તઆલા) પાસે જે કંઈ પણ છે તે સૌથી બહેતર અને સારૂ છે.

તફસીર(સમજુતી):-

તેની વિરુદ્ધ જે પરહેઝગારી અને અલ્લાહના ડરથી જિંદગી ગુજારીને અલ્લાહના ઘરમાં હાજર થશે ભલેને તેમની પાસે અલ્લાહને ભૂલી જનારની જેમ માલનો વધારો અને દોલત તે રીતે પ્રાપ્ત નહીં હોય, પરંતુ તેઓ અલ્લાહના મહેમાન હશે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે અને ત્યાં તેમને જે બદલો મળશે, તે તેનાથી વધારે હશે જે દુનિયામાં કાફિરોને થોડા સમય માટે આપવામાં આવ્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92