સુરહ અન્-નિસા 1


PART:-248
         (Quran-Section)

કુરઆનની ચોથા નંબરની સુરહ (સુરહ નિસા) ની શરૂઆત થાય છે જે મદીનામાં ઉતરી અને તેમાં એકસો છોત્તેર આયતો અને ચોવીસ રુકૂઅ છે.

સૂરહ અન્_નિસા- નિસા નો મતલબ સ્ત્રીઓ છે આ સૂરહમા સ્ત્રીઓની ઘણી સમસ્યાઓનુ વર્ણન છે, એટલા માટે તેને સુરહ નિસા કહે છે
                                          
☘☘☘☘☘☘☘☘☘☘☘ 
       (3)સુરહ અન્-નિસા
           આયત નં.:-1             

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
અલ્લાહના નામથી શરૂ કરૂ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

يٰۤـاَيُّهَا النَّاسُ اتَّقُوۡا رَبَّكُمُ الَّذِىۡ خَلَقَكُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَةٍ وَّخَلَقَ مِنۡهَا زَوۡجَهَا وَبَثَّ مِنۡهُمَا رِجَالًا كَثِيۡرًا وَّنِسَآءً‌ ۚ وَاتَّقُوا اللّٰهَ الَّذِىۡ تَسَآءَلُوۡنَ بِهٖ وَالۡاَرۡحَامَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلَيۡكُمۡ رَقِيۡبًا(1)

(1).હે લોકો! પોતાના તે પાલનહારથી ડરો જેણે તમને
એક જીવથી પેદા કર્યા અને તેનાથી તેની પત્નીને પેદા કરી અને બંનેથી ઘણા પુરૂષો અને સ્ત્રીઓ ફેલાવી
દીધા અને તે અલ્લાહથી ડરો જેના નામ પર એકબીજાથી માંગો છો અને સંબંધ તોડવાથી (પણ બચો), બેશક અલ્લાહ તમારા પર નિગેહબાન (નિરીક્ષક) છે.

તફસીર (સમજુતી):-

“એક જીવ” થી મતલબ મનુષ્યોના આદરણીય પરમ પિતા હજરત આદમ (અ.સ) છે,
અને(وَّخَلَقَ مِنۡهَا زَوۡجَهَا) માં مِنۡهَا થી "તે જીવ’’ એટલે કે આદમ અને તેમનાથી તેમની પત્ની હજરત હવ્વાને પેદા કર્યા, હજરત હવ્વા હજરત આદમથી કેવી રીતે પેદા થયા તેમાં મતભેદ છે. હજરત ઈબ્ને અબ્બાસના કથન મુજબ હજરત હવ્વા પુરૂષ (એટલે કે હજરત આદમ)થી પેદા થયા એટલે કે તેમની ડાબી પાંસળીથી, એક હદીસમાં કહેવામાં આવ્યું છે,
إن المرأة خلقت من ضلع وإن أعوج شيء في الضلع أعلاه »
(સહીહ બુખારી, કિતાબ બદઉલ ખલ્ક, સહીહ મુસ્લિમ, કિતાબુલ રિદાઆ) “સ્ત્રી પાંસળીથી પેદા કરવામાં આવી છે અને પાંસળીમાં બધાથી વાંકી ઉપરની છે, જો તું તેને સીધી કરવા ચાહે તો તોડી બેસીસ અને જો તું તેનાથી ફાયદો ઉઠાવવા ચાહે તો વાંકાપણા સાથે જ ફાયદો ઉઠાવી શકે છે.”
શબ્દ (وَالۡاَرۡحَامَ‌ ) નો અર્થ એ છે કે સંબંધોને તોડવાથી બચો. મતલબ તે સંબંધ છે જે માતાના ગર્ભના આધાર પર બને છે તેનાથી નિકાહ ને લાયક હોય અને નિકાહ ને લાયક ન હોય (નજીકના રિશ્તેદારો) તેવા બંને પ્રકારના સંબંધો મુરાદ છે. સંબંધોને તોડવા ઘણો મોટો ગુનોહ છે. હદીસમાં નજીકના રિશ્તેદારોને દરેક સ્થિતિમાં સંબંધ જોડવા અને તેમના હકો આપવા પર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, જેને
સંબંધ જોડવું કહેવામાં આવે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92