સુરહ આલે ઈમરાન 195 196

PART:-245
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-195,196
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاسۡتَجَابَ لَهُمۡ رَبُّهُمۡ اَنِّىۡ لَاۤ اُضِيۡعُ عَمَلَ عَامِلٍ مِّنۡكُمۡ مِّنۡ ذَكَرٍ اَوۡ اُنۡثٰى‌‌ۚ بَعۡضُكُمۡ مِّنۡۢ بَعۡضٍ‌‌ۚ فَالَّذِيۡنَ هَاجَرُوۡا وَاُخۡرِجُوۡا مِنۡ دِيَارِهِمۡ وَاُوۡذُوۡا فِىۡ سَبِيۡلِىۡ وَقٰتَلُوۡا وَقُتِلُوۡا لَاُكَفِّرَنَّ عَنۡهُمۡ سَيِّاٰتِهِمۡ وَلَاُدۡخِلَنَّهُمۡ جَنّٰتٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ‌ۚ ثَوَابًا مِّنۡ عِنۡدِ اللّٰهِ ‌ؕ وَ اللّٰهُ عِنۡدَهٗ حُسۡنُ الثَّوَابِ(195)

195).છેવટે તેમના રબે તેમની દુઆ કબૂલ કરી કે તમારામાંથી કોઈ કર્મ કરવાવાળાના કર્મને પછી તે પુરૂષ હોય કે સ્ત્રી હું કદી બેકાર નથી કરતો.” તમે પરસ્પર એકબીજાથી છો, એટલા માટે તે લોકો જેમણે હિજરત કરી અને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા અને જેમને મારા માર્ગમાં
તકલીફ પહોંચાડવામાં આવી અને જેમણે જિહાદ કર્યો અને શહીદ કરવામાં આવ્યા, જરૂર હું તેમની બૂરાઈઓને તેમનાથી દૂર કરી દઈશ અને તેમને તે જન્નતમાં લઈ જઈશ, જેની નીચે નહેરો વહે છે, આ છે બદલો અલ્લાહ (તઆલા)ના તરફથી અને અલ્લાહ (તઆલા) પાસે જ ઉત્તમ બદલો છે.

તફસીર(સમજુતી):-

શબ્દ( فَاسۡتَجَابَ ) અહીં કબૂલ કર્યાના અર્થમાં ઉપયોગ થયો છે.

પુરૂષ અથવા સ્ત્રીનું વર્ણન એટલા માટે કરી દેવામાં આવ્યું છે કે ઈસ્લામે કેટલાક કામોમાં પુરૂષ અને સ્ત્રીની તેમના પ્રાકૃતિક મતભેદ અને ગુણોના આધારે અંતર કરેલ છે. જેમ કે વિલાયત અને સત્તામાં, રોજીરોટીમાં જિહાદમાં ભાગ લેવામાં, અને વિરાસતમાં અડધો ભાગ મળવામાં, તેનાથી એવો મતલબ ન કાઢવામાં અાવે કે
ભલાઈના કામોમાં પણ કદાચ પુરૂષ-સ્ત્રીમાં કશો ફરક કરવામાં આવશે, ના, એવું નહીં થાય. બધાને બરાબર બદલો મળશે, તે ભલાઈ જો એક સ્ત્રી કરશે તો તેને પણ તેટલો જ બદલો મળશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِيۡنَ كَفَرُوۡا فِى الۡبِلَادِؕ(196)

196).નગરોમાં કાફિરોનું આવવું-જવું તમને ધોખામાં ન
નાખી દે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92