સુરહ બકરહ 239,240

PART:-131
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-239,240

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنۡ خِفۡتُمۡ فَرِجَالًا اَوۡ رُكۡبَانًا ‌‌ ۚ فَاِذَآ اَمِنۡتُمۡ فَاذۡکُرُوا اللّٰهَ کَمَا عَلَّمَکُمۡ مَّا لَمۡ تَكُوۡنُوۡا تَعۡلَمُوۡنَ(239)

239).જો તમને ડર હોય તો પગપાળા અથવા સવારી
પર જેવી રીતે શક્ય હોય, અને જો શાંતિ થઈ જાય તો અલ્લાહ (તઆલા)ની મહાનતાનું વર્ણન કરો જેવી રીતે તેણે તમને તે વાતની તાલીમ આપી છે, જેને તમે જાણતા ન હતા.

તફસીર(સમજુતી):-

એટલે કે દુશ્મનના ડરના કારણે જે રીતે પણ શક્ય હોય, પગપાળા ચાલતા ચાલતા, સવારી પર બેસીને નમાઝ પઢી લો, પરંતુ જ્યારે ડરની હાલત ખતમ થઈ જાય તો તેવી રીતે નમાઝ પઢો જેવી રીતે શીખવાડવામાં આવેલ

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ يُتَوَفَّوۡنَ مِنۡکُمۡ وَيَذَرُوۡنَ اَزۡوَاجًا  ۖۚ وَّصِيَّةً لِّاَزۡوَاجِهِمۡ مَّتَاعًا اِلَى الۡحَـوۡلِ غَيۡرَ اِخۡرَاجٍ‌‌ ۚ فَاِنۡ خَرَجۡنَ فَلَا جُنَاحَ عَلَيۡکُمۡ فِىۡ مَا فَعَلۡنَ فِىۡٓ اَنۡفُسِهِنَّ مِنۡ مَّعۡرُوۡفٍؕ وَاللّٰهُ عَزِيۡزٌ حَکِيۡمٌ(240)

240).અને જે તમારામાંથી મરી જાય અને સ્ત્રીઓ છોડી
જાય, તે વસીયત કરીને જાય કે તેમની પત્નીઓ વર્ષભર
ફાયદો ઉઠાવે. તેમને કોઈ ન કાઢે, અને જો તે સ્ત્રી પોતે નીકળી જાય તો તમારા પર તેમાં કોઈ ગુનોહ નથી જે તે પોતાના માટે ભલાઈથી કરે, અલ્લાહ (તઆલા)
જબરદસ્ત અને હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

આ આયત ભલે ક્રમમાં પાછળ છે પરંતુ રદ છે આની રદ થયેલ આયત પહેલા આવી ચૂકી છે જેમાં મોતની ઈદ્દત ચાર માસ દસ દિવસ બતાવવામાં આવી છે તેના સિવાય વિરાસતની આયતે પત્નીનો હિસ્સો નક્કી કરેલ છે, હવે પતિએ પત્ની માટે વસીયત કરવાની કોઈ જરૂરત નથી રહી, ન ઘરની અને ન ખર્ચની.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92