સુરહ બકરહ 233,234

PART:-128
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-233,234

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالۡوَالِدٰتُ يُرۡضِعۡنَ اَوۡلَادَهُنَّ حَوۡلَيۡنِ كَامِلَيۡنِ‌ لِمَنۡ اَرَادَ اَنۡ يُّتِمَّ الرَّضَاعَةَ ‌ ؕ وَعَلَى الۡمَوۡلُوۡدِ لَهٗ رِزۡقُهُنَّ وَكِسۡوَتُهُنَّ بِالۡمَعۡرُوۡفِ‌ؕ لَا تُكَلَّفُ نَفۡسٌ اِلَّا وُسۡعَهَا ۚ لَا تُضَآرَّ وَالِدَةٌ ۢ بِوَلَدِهَا وَلَا مَوۡلُوۡدٌ لَّهٗ بِوَلَدِهٖ وَعَلَى الۡوَارِثِ مِثۡلُ ذٰ لِكَ ۚ فَاِنۡ اَرَادَا فِصَالًا عَنۡ تَرَاضٍ مِّنۡهُمَا وَتَشَاوُرٍ فَلَا جُنَاحَ عَلَيۡهِمَا ‌ؕ وَاِنۡ اَرَدْتُّمۡ اَنۡ تَسۡتَرۡضِعُوۡٓا اَوۡلَادَكُمۡ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ اِذَا سَلَّمۡتُمۡ مَّآ اٰتَيۡتُمۡ بِالۡمَعۡرُوۡفِ‌ؕ وَاتَّقُوا اللّٰهَ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِيۡرٌ (233)

233).અને માતાઓ પોતાની સંતાનને પૂરા બે વર્ષ દૂધ
પિવડાવે, જેમનો ઈરાદો દૂધ પિવડાવવાની પૂરી મુદ્દતનો
હોય, અને જેની સંતાન છે તેની જવાબદારી છે કે તેમને
રોટી કપડા આપે, જે ભલાઈના સાથે હોય. દરેક માણસને એટલી જ તકલીફ આપવામાં આવે છે. જેટલી તેની શક્તિ હોય, માતાને તેની સંતાનને કારણે અથવા
પિતાને તેની સંતાનને કારણે તેને કોઈ નુકશાન પહોંચાડવામાં ન આવે, વારસદાર પર પણ તેના જેવી જ જવાબદારી છે પછી જો બંને (માતા-પિતા) પોતાની સંમતિથી અને આપસમાં સલાહથી દૂધ છોડાવવા ઈચ્છે તો બંને પર કોઈ ગુનોહ નથી, જો તમે પોતાની સંતાનોને દૂધ પિવડાવવા ઈચ્છો છો તો પણ તમારા પર કોઈ ગુનોહ નથી જ્યારે કે તમે તેમના દુનિયાના
રિવાજથી તેમને આપી દો, અલ્લાહ (તઆલા)થી ડરતા
રહો કે અલ્લાહ તમારા અમલોને જોઈ રહ્યો છે.

તફસીર(સમજુતી):-

આ આયતમાં દૂધ પિવડાવવાના મસલાનો હલ બયાન કરેલ છે તેમાં પ્રથમ વાત જે કહેવામાં આવી છે તે એ છે કે જે પૂરી મુદ્દત દૂધ પિવડાવવા ઈચ્છે, તો આ મુદ્દત બે વર્ષની છે આ શબ્દોથી એનાથી ઓછી મુદ્દત સુધી દૂધ પિવડાવવાની શક્યતા નીકળે છે બીજી વાત તે છે કે દૂધ પિવડાવવાની વધારેમાં વધારે મુદત બે વર્ષ છે.

 માતાને તકલીફ પહોંચાડવાનો મતલબ છે કે જેમકે માતા પોતાના બાળકને પોતાના સાથે રાખવા ઈચ્છે પરંતુ મમતાને ઠુકરાવીને તેનું બાળક તેનાથી જબરદસ્તીથી છીનવી લેવામાં આવે અથવા વગર ખર્ચની જવાબદારીએ દૂધ પિવડાવવા પર મજબૂર કરવામાં આવે.

પિતાને તકલીફ પહોંચાડવાનો મતલબ તે છે કે માતા દૂધ
પિવડાવવાથી ઈન્કાર કરી દે અથવા તેની તાકાતથી વધારે તેનાથી ધનની માંગણી કરે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ يُتَوَفَّوۡنَ مِنۡكُمۡ وَيَذَرُوۡنَ اَزۡوَاجًا يَّتَرَبَّصۡنَ بِاَنۡفُسِهِنَّ اَرۡبَعَةَ اَشۡهُرٍ وَّعَشۡرًا ‌‌ۚ فَاِذَا بَلَغۡنَ اَجَلَهُنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيۡمَا فَعَلۡنَ فِىۡٓ اَنۡفُسِهِنَّ بِالۡمَعۡرُوۡفِؕ وَاللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرٌ(234)

234).તમારામાંથી જે લોકો મરી જાય અને પત્નીઓ છોડી જાય, તે સ્ત્રીઓ પોતાને ચાર માસ અને દસ દિવસ ઈદ્દતમાં રાખે, પછી જ્યારે મુદ્દત પૂરી કરી લે તો જે ભલાઈની સાથે પોતાના માટે કરે તેમાં તમારી પર કોઈ ગુનોહ નથી, અને અલ્લાહ (તઆલા) તમારા દરેક
અમલોને જાણનાર છે.

તફસીર(સમજુતી):-

મોતની આ ઈદ્દત પત્ની માટે છે પતિએ તેનાથી સહશયન કર્યું હોય અથવા ન કર્યું હોય. ગર્ભવતી માટે આ કાનૂન નથી કેમ કે તેની ઈદ્દત પ્રસવ થઈ જવા સુધી છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92