સુરહ બકરહ 235,236

PART:-129
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-235,236

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ فِيۡمَا عَرَّضۡتُمۡ بِهٖ مِنۡ خِطۡبَةِ النِّسَآءِ اَوۡ اَکۡنَنۡتُمۡ فِىۡٓ اَنۡفُسِكُمۡ‌ؕ عَلِمَ اللّٰهُ اَنَّكُمۡ سَتَذۡكُرُوۡنَهُنَّ وَلٰـكِنۡ لَّا تُوَاعِدُوۡهُنَّ سِرًّا اِلَّاۤ اَنۡ تَقُوۡلُوۡا قَوْلًا مَعْرُوفًا ۚ وَلَا تَعْزِمُوا عُقۡدَةَ النِّکَاحِ حَتّٰى يَبۡلُغَ الۡكِتٰبُ اَجَلَهٗ ‌ؕ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ يَعۡلَمُ مَا فِىۡٓ اَنۡفُسِكُمۡ فَاحۡذَرُوۡهُ ‌ؕ وَاعۡلَمُوۡٓا اَنَّ اللّٰهَ غَفُوۡرٌ حَلِيۡمٌ(235)

235).અને તમારા પર એમાં કોઈ ગુનોહ નથી કે તમે ઈશારાથી અથવા અસ્પષ્ટ રીતે આ સ્ત્રીઓથી નિકાહ વિષે કહો અથવા પોતાના દિલમાં ઈરાદો છુપાઓ, અલ્લાહ (તઆલા) ને ઈલ્મ છે કે તમે જરૂર તેને યાદ કરશો પરંતુ તમે તેમનાથી છુપાઈને વાયદો ન કરી લો, હા એ વાત અલગ છે કે તમે સારી વાતો બોલ્યા કરો અને જ્યાં સુધી ઈદ્દતની મુદ્ત પૂરી ન થાય નિકાહનુ બંધન મજબૂત ન કરો જાણી લો, કે અલ્લાહ (તઆલા)ને તમારા દિલની વાતોનું પણ ઈલ્મ છે, તમે તેનાથી ડરતા રહો અને એ પણ જાણી લો, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا جُنَاحَ عَلَيۡكُمۡ اِنۡ طَلَّقۡتُمُ النِّسَآءَ مَا لَمۡ تَمَسُّوۡهُنَّ اَوۡ تَفۡرِضُوۡا لَهُنَّ فَرِيۡضَةً  ۖۚ وَّمَتِّعُوۡهُنَّ ‌ۚ عَلَى الۡمُوۡسِعِ قَدَرُهٗ وَ عَلَى الۡمُقۡتِرِ قَدَرُهٗ ‌ۚ مَتَاعًا ۢ بِالۡمَعۡرُوۡفِ‌‌ۚ حَقًّا عَلَى الۡمُحۡسِنِيۡنَ(236)

236).જો તમે સ્ત્રીઓને હાથ લગાવ્યા વગર અને મહેર નક્કી કર્યા વિના તલાક આપી દો તો પણ તમારા પર કોઈ ગુનોહ નથી. હા, તેને કોઈને કોઈ ફાયદો આપો માલદાર પોતાના હિસાબે અને ગરીબ પોતાની શક્તિના હિસાબે રિવાજ મુજબ સારો ફાયદો આપો ભલાઈ કરનારાઓ માટે આ જરૂરી છે

તફસીર(સમજુતી):-

આ તે સ્ત્રીના વિશે હુકમ છે કે નિકાહના સમયે મહેર (સ્ત્રીધન) નક્કી કરેલ ન હતી અને પતિએ હમબિસ્તારી કરવા પહેલા તલાક પણ આપી દે તો તેને કાંઈને કંઈ ફાયદો આપી વિદાય કરો, આ ફાયદો પુરુષના હિસાબથી હોવો જોઈએ, અથવા માલદાર પોતાના હિસાબ અને ગરીબ પોતાની શક્તિ મુજબ આપે.






Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92