સુરહ બકરહ 237,238

PART:-130
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-237,238

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ طَلَّقۡتُمُوۡهُنَّ مِنۡ قَبۡلِ اَنۡ تَمَسُّوۡهُنَّ وَقَدۡ فَرَضۡتُمۡ لَهُنَّ فَرِيۡضَةً فَنِصۡفُ مَا فَرَضۡتُمۡ اِلَّاۤ اَنۡ يَّعۡفُوۡنَ اَوۡ يَعۡفُوَا الَّذِىۡ بِيَدِهٖ عُقۡدَةُ النِّكَاحِ ‌ؕ وَاَنۡ تَعۡفُوۡٓا اَقۡرَبُ لِلتَّقۡوٰى‌ؕ وَ لَا تَنۡسَوُا الۡفَضۡلَ بَيۡنَكُمۡ‌ؕ اِنَّ اللّٰهَ بِمَا تَعۡمَلُوۡنَ بَصِيۡرٌ(237)

237).જો તમે સ્ત્રીઓને એના પહેલા તલાક આપી દો કે તમે તેને હાથ લગાવ્યો હોય અને તમે તેને મહેર પણ નક્કી કરેલ હોય, તો નક્કી કરેલ મહેરનુ અડધું આપી દો એ વાત અલગ છે કે તે સ્ત્રી પોતે માફ કરી દે, અથવા તે માણસ માફ કરી દે જેના હાથમાં નિકાહની ગાંઠ છે. તમારું માફ કરી દેવું તકવાથી ઘણું નજીક છે અને એકબીજાના ઉપકારને ન ભૂલો. બેશક અલ્લાહ(તઆલા) તમારા અમલોને જોઈ રહ્યો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

حَافِظُوۡا عَلَى الصَّلَوٰتِ وَالصَّلٰوةِ الۡوُسۡطٰى وَقُوۡمُوۡا لِلّٰهِ قٰنِتِيۡنَ(238)

238).નમાઝોની હિફાઝત કરો ખાસ કરીને વચ્ચેવાળી નમાઝની અને અલ્લાહ(તઆલા) ના માટે નમ્રતાપૂર્વક (બાઅદબ)ઊભા રહો.

તફસીર(સમજુતી):-

વચલી નમાઝથી આશય અસરની નમાઝ છે. જેને આ હદીસ રસુલુલ્લાહ(ﷺ ) ના આધાર પર નક્કી કરી દેવામાં આવી છે. જે જંગે ખન્દકના દિવસે અસરની નમાઝને(  صلوٰۃ وُسْطٰی ) કહેલ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92