Posts

સુરહ બકરહ

*PART:-06* અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહ બકરહ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ અલ્લાહ ના નામ થી શરૂ કરુ છું જે ધણોજ મેહરબાન ખુબ જ રહમ કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖ الٓـمّٓ ۚ﴿۱﴾ અલિફ-લામ-મીમ. ➖➖➖➖➖➖➖➖ ذٰلِکَ الۡکِتٰبُ لَا رَیۡبَ ۚۖۛ فِیۡہِ ۚۛ ہُدًی لِّلۡمُتَّقِیۡنَ ۙ﴿۲﴾ આ અલ્લાહનો ગ્રંથ છે, એમાં કોઈ શંકા નથી, માર્ગદર્શન છે  પરહેઝગાર લોકો માટે. ➖➖➖➖➖➖➖➖ તફસીર(સમજૂતી) આ સૂરા નુ નામ બકરહ એટલા માટે છે કે આમાં આગળ ની આયત માં ગાય નો ઉલ્લેખ છે હદીષ માં આની ખાસ ફઝીલત છે કે જે ઘર  માં સૂરા બકરહ ની તિલાવત થાય તે ઘરમાંથી શૈતાન ભાગે છે આ સૂરા મદીના માં નાઝિલ થઈ જેમાં 286 આયત અને 40 રુકુઅ્ છે 1).અલીફ લામ મીમ વિષે  ઉલ્માઓમા વિરોધાભાષ છે જેમાં ઘણા ઉલ્માઓ નુ કેહવું છે કે આ તો ફકત અલ્લાહ ને જ ખબર એટલે આપણે અહીં તફસીર નહીં કરતાં 2). અહીં શબ્દ ذٰلِکَ નો અર્...

સુરહ ફાતેહા

PART:-05 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનની આયાતો શરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 ➖➖➖➖➖➖➖➖➖ صِرَاطَ الَّذِیۡنَ اَنۡعَمۡتَ عَلَیۡہِمۡ ۙ۬ (6) એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી. ➖➖➖➖➖➖➖➖➖ غَیۡرِ الۡمَغۡضُوۡبِ عَلَیۡہِمۡ وَ لَا الضَّآلِّیۡنَ(7) જે ના પ્રકોપના ભોગ બન્યા, અને જે ના પથભ્રષ્ટ થયા.    [આમીન] ➖➖➖➖➖➖➖➖➖ તફસીર(વિગત) (1)અહીંં  صِرَاطَ એટલે "માર્ગ" الَّذِیۡنَ એટલે એ "લોકો ના" اَنۡعَمۡتَ એટલે "ઈનામ(કૃર્પા) કર્યું હોય" જયારે અંતિમ શબ્દ عَلَیۡہِمۡ એટલે જેમની ઉપર આ એ સીધા રસ્તા ની વાત છે કે જે લોકોએ નબી સ.અ.વ. ના ફરમાન મુજબ પોતાનું જીવન વિતાવ્યું સારા કર્મ કર્યા હંમેશાં સાચું બોલ્યા અને સાચી નિયત થી અલ્લાહ ની ઈબાદત કરી તેવા લોકોના રસ્તા પર ચલાવવાની દુઆ (2)  અહીં غَیۡرِ એટલે "ના" الۡمَغۡضُوۡبِ એટલે "પ્રકોપ કરેલા"  عَلَیۡہِمۡ એટલે "એ...
PART:- 04(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-કુરઆન શીખી જઈએ                           ઇન્શાલ્લાહ... ભાઈઓ હદીસો ને વિષય પ્રમાણે ક્રમમાં લાવવાનું કામ પૂર્ણ ના થઇ હોવાથી અમે એક નવું ચેપ્ટર "કુરાન શીખી જઈએ" ઇન્શાલ્લાહ ચાલુ કર્યું છે જેમાં કુરાનના કેટલાક ગ્રામર ના શબ્દો જે કુરાનમાં અનેક વાર આવે છે જેના વિશે આપણે જાણીશું અને તેનો અર્થ પણ સમજીશું 〰〰〰〰〰〰〰 📓સબક નં.01📓 〰〰〰〰〰〰〰 આ સબક માં આપણે છ શબ્દ શીખીશું👇📖📖👇 ه‍ُو، ه‍ُم، أَنْت، أَنَا، أَنْتُمْ، نَحْنُ હોવ, હુમ,અન્ત,અના,અન્તુમ નહ્નુ આ છ શબ્દ કુરાનમાં 1295 વખત આવ્યા છે. આ શબ્દને આપણે અર્થ સાથે યાદ કરી લઈશું અનેે સંપૂર્ણ સમજી લઈશું તો આપણા માટે બહુ જ આસાન થઈ જશે ه‍ُو             તે ه‍ُم             તેઓ أَنْت.  ...
PART:-04 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા આયતો પઢવાની શરૂ કરતાં પેહલા જરૂરી સૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) 👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 مٰلِکِ یَوۡمِ الدِّیۡنِ ؕ﴿۳﴾ માલિકી-યવ્મ-મિદ્દિન બદલા (ન્યાય) ના દિવસનો માલિક છે. ➖➖➖➖➖➖➖➖➖ اِیَّاکَ نَعۡبُدُ وَ اِیَّاکَ نَسۡتَعِیۡنُ ઇય્યાક્-નઅ્બોદુ વ ઈય્યાક્-નસ્તઈન અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસેથી સહાય માગીએ છીએ. ➖➖➖➖➖➖➖➖➖ اِہۡدِ نَا الصِّرَاطَ الۡمُسۡتَقِیۡمَ ۙ﴿۵﴾ ઈહ્દીનસ્સ-સિરાતલ-મુસ્તકીમ અમને સીધો માર્ગ બતાવ. ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖    @તફસીર(સમજૂતી)@ 1). માલિકી શબ્દ અમુક કારીઓ લામ અને કાફ નીચે ઝેર લગાવી ને તિલાવત કરે છે જયારે અમુક કારીઓ કાફ પર ઝબર લગાવી ને તિલાવત કરે છે પણ બન્ને શબ્દ માં અર્થ ના બદલાય તે મહત્તવનુ છે માલિક કે જેની મિલ્કિયત હોય તમામ જહાનો(બ્રહ્માંડો) પર દિન એટલે દિવસ અહીંયા એક ખાસ દિવસ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે દિ...
PART:- 03(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- કુરઆન વિશેષ કુરઆન ની શિક્ષા આ ધરતી પર અલ્લાહનો કલામ (અવાજ) છે, જેમાં તેણે પૃથ્વી પર રહેતા મનુષ્ય લોકોની  જવાબદારીઓ અને હક્કોને ખોલી ખોલીને(વિસ્તારથી) વર્ણન કર્યુ છે, જેથી તેઓ લોક અને પરલોક બંનેમાં સફળ થાય, પરંતુ તે ધ્યાનમાં આવ્યું છે કે આ બધી બાબતો  થી લોકો નિશ્ચિંત છે તેનાથી સંબંધિત નથી, જ્યારે કુરાનની મહાનતા અને ગરિમા એ છે કે જો તેનેં કોઈ પર્વત જેવી મોટી વસ્તુમાં જીવન હોત.  અને જો તેને કુરાન આપવામાં આવે તો તે ધ્રૂજવા માંડે,  જેમાં અલ્લાહ એ કુરઆન ની આયત માં કહ્યું👇👇👇 [જો મેં કુરાનને કોઈ પર્વત પર ઉતાર્યું હોત, તો તમે જોશો કે તે અલ્લાહના ડરથી ફાટવા માડશે  અને અમે આ વાતો લોકોને કહીએ છીએ કે જેથી તેઓ વિચારી શકે.]  (સુરાહ-અલ-હાશર,આયત - 21) માણસો આવા મહાન કુરાનનો આદર કરતા ન હતા, તેથી પયગમ્બર ફરિયાદ કરશે, જેને કુરઆન માં આવી રીતે વર્ણન કર્યું છે👇👇👇 [રસુલ કહેશે," હે રબ!  ચોક્કસપણે મારી જાતિના લોકોએ આ કુરાન છોડી દીધી છે.  "» (સુરા - 25, અલ-ફુરકા...

સુરહફાતેહા

PART:-03 અસ્સલામુ અલયકુમ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:-સુરહફાતેહા કુરઆનઅનેસુરહફાતેહાશરૂકરતાં પેહલાજરૂરીસૂચનાઓ કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)  👇કુરઆનનીઆયાતોશરૂ👇 📖📖📖📖📖📖📖📖📖 بِسۡمِ اللّٰہِ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ ➖➖➖➖➖➖➖➖➖અલ્લાહ ના નામ થી શરૂ કરું છું જે બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે اَلۡحَمۡدُ لِلّٰہِ رَبِّ الۡعٰلَمِیۡنَ ۙ﴿۱﴾ અલ-હમ્દુલિલ્લાહી રબ્બીલ-આલમીન પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે. ➖➖➖➖➖➖➖➖➖ الرَّحۡمٰنِ الرَّحِیۡمِ ۙ﴿۲﴾ અર-રહમાનિર રહીમ બહુ જ મેહરબાન અત્યંત દયા કરવાવાળો છે ➖➖➖➖➖➖➖➖➖ 📖📖📖📖📖📖📖📖📖 @તફસીર(સમજૂતી)@ સુરાહ ફાતિહા કુરાનની પહેલી સુરા છે, જેનો હદીસોમાં ખૂબ મહત્વ છે. ફાતિહા એટલે શરૂઆત થાય છે, તેથી તેને અલ્ફાતિહા એટલે કે ફાતિહાતુલ કિતાબ કહેવામાં આવે છે. તેના અન્ય ઘણા નામ હદીસોથી સાબિત થયા છે. તે મક્કી સુરહ છે  મક્કી એટલે જે સુરહ હિજરત (13 નબુવાત) ના પહેલ...

હદીષ ની કિતાબ વિષે

PART:- 02(હદીષ વિભાગ) અસ્સલામુ અલયકુમ     બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ વિષય:- હદીષ અને તેની કિતાબ વિષે (2) હદીષ ની કિતાબ વિષે  હદીષ ની મુખ્ય કિતાબો આ પ્રમાણે છે    (1)  @__સાહિહ બુખારી__@ સહીહ બુખારીના લેખક ઇમામ અબુ - અબ્દુલ્લાહ - મુહમ્મદ બિન ઇસ્માઇલ બુખારી, જેમનો જન્મ સન. 194 હિજરીમાં થયો હતો, અને 256 હિજરીમાં તેનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીષો સાચી છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 2602 થઈ જાય છે. પુનરાવર્તનવાળી સ્થિતિમાં 9082 છે, જેમ કે આ પુસ્તકના પ્રખ્યાત વિવેચક હાફિઝ ઇબને-હજારે તેમની પુસ્તક ફત્હુલબારીમાં નોંધ્યું છે. 2.  @__સાહિહ મુસ્લિમ__@ સહીહ મુસ્લિમ ના લેખક ઇમામ મુસ્લિમ - બિન - હજ્જાજ નેશાપુરી છે, જેમનો જન્મ સન.204 હિજરીમાં થયો હતો.  અને 261 હિજરીમાં તેમનું અવસાન થયું. આ પુસ્તકની બધી હદીસો પણ યોગ્ય છે, જેમની સંખ્યા પુનરાવર્તન વિના 3033 છે અને પુનરાવર્તનના કિસ્સામાં.  7390 છે. જેમ કે મશહૂર-બિન-હસને તેમની પુસ્તક 'ઇમામ મુસ્લિમ અને તમારી પુસ્તક સાહિહ મુસ્લિમ'માં જણાવ્યું છે. 3. @__સુનન અબુ દાઉદ__@  આ ...