સુરહ ફાતેહા


PART:-05
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ
વિષય:-સુરહફાતેહા
કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહી-મિનશ્-શયતાનીર્-રજીમ] પઢવુ જેનો અર્થ થાય છે(અર્થ:-અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
👇કુરઆનની આયાતો શરૂ👇
📖📖📖📖📖📖📖📖📖
➖➖➖➖➖➖➖➖➖
صِرَاطَ الَّذِیۡنَ اَنۡعَمۡتَ عَلَیۡہِمۡ ۙ۬ (6)
એ લોકોનો માર્ગ જેમની ઉપર તેં કૃપા કરી.
➖➖➖➖➖➖➖➖➖
غَیۡرِ الۡمَغۡضُوۡبِ عَلَیۡہِمۡ وَ لَا الضَّآلِّیۡنَ(7)
જે ના પ્રકોપના ભોગ બન્યા, અને જે ના પથભ્રષ્ટ થયા.    [આમીન]
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(વિગત)
(1)અહીંં  صِرَاطَ એટલે "માર્ગ" الَّذِیۡنَ એટલે એ "લોકો ના" اَنۡعَمۡتَ
એટલે "ઈનામ(કૃર્પા) કર્યું હોય" જયારે અંતિમ શબ્દ عَلَیۡہِمۡ એટલે જેમની ઉપર
આ એ સીધા રસ્તા ની વાત છે કે જે લોકોએ નબી સ.અ.વ. ના ફરમાન મુજબ પોતાનું જીવન વિતાવ્યું સારા કર્મ કર્યા હંમેશાં સાચું બોલ્યા અને સાચી નિયત થી અલ્લાહ ની ઈબાદત કરી તેવા લોકોના રસ્તા પર ચલાવવાની દુઆ
(2)  અહીં غَیۡرِ એટલે "ના" الۡمَغۡضُوۡبِ એટલે "પ્રકોપ કરેલા"  عَلَیۡہِمۡ એટલે "એમની પર" وَ لَا એટલે "અને, ના" الضَّآلِّیۡنَ એટલે
"પદભ્રષ્ટ"
આ આયત માં એવા લોકો થી બચવાની દુઆ કરી છે જે લોકો એ નબીઓ ની નાફરમાની કરી ખરાબ
કામો કર્યા અને દુનિયા ની લાલચમાં પોતાની આખેરત વેચી દીધી
ઉદાહરણ તરીકે ફિરોન,કારુન, જેવા લોકોએ દુનિયા ને મહત્વ આપી ને અલ્લાહ ના પ્રકોપ ના ભાગીદાર થઈ ગયા.
મૅસેજ શૅર કરતા રેહજો જેથી જે બાકી હોય તેને ગ્રુપ માં જોડાવવુ હોય તો જોડાય શકે
જોડાવવા માટે નીચે લિંક પર કિલીક કરો👇👇👇
https://chat.whatsapp.com/JKxL67I0a7f6BF3WEzFksC













Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92