સુરહ અલ્ અઅ્-રાફ 46,47

 PART:-474

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

અઅ્-રાફ, અઅ્-રાફ ના લોકો, અઅ્-રાફ ની જગ્યા

  

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 46,47 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَبَيۡنَهُمَا حِجَابٌ‌ۚ وَعَلَى الۡاَعۡرَافِ رِجَالٌ يَّعۡرِفُوۡنَ كُلًّاۢ بِسِيۡمٰٮهُمۡ‌ ۚ وَنَادَوۡا اَصۡحٰبَ الۡجَـنَّةِ اَنۡ سَلٰمٌ عَلَيۡكُمۡ‌ لَمۡ يَدۡخُلُوۡهَا وَهُمۡ يَطۡمَعُوۡنَ(46)


(46). અને તે બંને વચ્ચે એક પડદો હશે અને “અઅ્-રાફ” પર કેટલાક પુરૂષો હશે જે દરેકને તેમની નિશાનીઓ પરથી ઓળખી લેશે, અને જન્નતીઓને પોકારશે કે, “તમારા ઉપર સલામતી થાય.” તેઓ તેમાં (જન્નતમાં) દાખલ નહિં થઈ શક્યા હોય પરંતુ તેના ઉમ્મીદવાર હશે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


"બંનેની વચ્ચે એક પડદો” થી આશય જન્નત અને જહન્નમના વચ્ચે અથવા ઈમાનવાળાઓ અને કાફિરોના વચ્ચે છે.

હિજાબુન (આડ અથવા પડદો) થી આશય દિવાલ છે જેનું વર્ણન સૂરઃ હદીદમાં છે.


આ કોણ હશે? તે નક્કી કરવામાં વ્યાખ્યાકારોમાં ઘણો મતભેદ છે મોટા ભાગના વ્યાખ્યાકારોનો વિચાર એ છે કે આ તે લોકો હશે જેમના નેકી અને ગુનાહ સરખા હશે, તેમની નકીઓ જહન્નમમાં જવાથી અને ગુનાહો જન્નતમાં જવાથી રોકશે, અને આ રીતે અલ્લાહ તઆલા તરફથી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી લટકતા રહેશે.

=======================


وَاِذَا صُرِفَتۡ اَبۡصَارُهُمۡ تِلۡقَآءَ اَصۡحٰبِ النَّارِۙ قَالُوۡا رَبَّنَا لَا تَجۡعَلۡنَا مَعَ الۡقَوۡمِ الظّٰلِمِيۡنَ(47)


(47). અને જયારે તેમની આંખો જહન્નમવાસીઓ ઉપર પડશે (ત્યારે) કહેશે કે, “અમારા રબ! અમને જાલિમોના સાથે ન કરીશ.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92