સુરહ અલ્ અઅ્-રાફ 44,45

 PART:-473

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

   જન્નતી અને જહન્નમી લોકો ની વાતચીત

  

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 44,45 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَنَادٰٓى اَصۡحٰبُ الۡجَـنَّةِ اَصۡحٰبَ النَّارِ اَنۡ قَدۡ وَجَدۡنَا مَا وَعَدَنَا رَبُّنَا حَقًّا فَهَلۡ وَجَدْتُّمۡ مَّا وَعَدَ رَبُّكُمۡ حَقًّا‌ ؕ قَالُوۡا نَـعَمۡ‌ ۚ فَاَذَّنَ مُؤَذِّنٌۢ بَيۡنَهُمۡ اَنۡ لَّـعۡنَةُ اللّٰهِ عَلَى الظّٰلِمِيۡنَۙ(44)


(44). અને જન્નતવાસીઓ જહન્નમવાસીઓને પોકારશે કે અમે અમારા ૨બના વાયદાઓને જે અમારા સાથે કર્યા હતા સાચા જોયા, તો શું તમારા સાથે તમારા રબે જે વાયદાઓ કર્યા હતા તેને સાચા જોયા? તેઓ કહેશે, 'હા', પછી એક પોકારનાર તેમના વચ્ચે પોકારશે કે, "અલ્લાહની લા'નત (ધિક્કાર) જાલિમો પર છે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


આવી વાત નબી(ﷺ) એ બદ્રની લડાઈમાં જ્યારે કાફિરો માર્યા ગયા અને તેમની લાશોને એક કૂવામાં નાખી દેવામાં આવી, ત્યારે તેમને સંબોધીને કહી, જેના પર હજરત ઉમર(રજી.) એ કહ્યું, “તમે એવા લોકોને કહી રહ્યા છો જે મરી ચૂક્યા છે", આપ(ﷺ) ફરમાવ્યું, ‘અલ્લાહના સોગંધ હું તેમને જે કંઈ કહી રહ્યો છું તેઓ તમારા કરતાં વધારે સાંભળી રહ્યા છે પરંતુ તે હવે જવાબ આપવાની તાકાત રાખતા નથી.” (સહીહ મુસ્લિમ, ક્તિાબુલ જન્નહ, બાબ અરદે મક્સદીલ મેય્યિત મિનલ જન્નતી અલકન્નારે અને ક્તિાબુલ મગાઝી, બાબ ક્ત્લે અબી ઝહલ)

*=======================*


الَّذِيۡنَ يَصُدُّوۡنَ عَنۡ سَبِيۡلِ اللّٰهِ وَيَـبۡـغُوۡنَهَا عِوَجًا‌ ۚ وَهُمۡ بِالۡاٰخِرَةِ كٰفِرُوۡنَ‌ۘ(45)


(45). જેઓ પોતાના રબના માર્ગથી રોકવા અને તેને વાંકો કરવા ચાહે છે અને તેઓ આખિરતનો પણ ઈન્કાર કરે છે."

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92