સુરહ અલ્ અઅ્-રાફ 42,43

PART:-472

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

          

     ઈમાનવાળા નેક લોકો ના હાલ

  

      •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 42,43 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَالَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ لَا نُـكَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَهَاۤ  اُولٰۤئِكَ اَصۡحٰبُ الۡجَـنَّةِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(42)


(42). અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે કોઈ જીવને તેની તાકાત મુજબ જ જવાબદેહ બનાવીએ છીએ, તેઓ જ જન્નતી છે જ્યાં તેઓ હંમેશા રહેશે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


અહીં આ વાતને કેહવાનો મકસદ એ છે કે ઈમાન અને અમલે સાલેહ (નેક અમલ) આ એવી વસ્તુ છે કે આના ઉપર અમલ કરવા માટે કોઈ પણ વ્યક્તિને પોતાની તાકાતથી વધારે જરૂર પડતી નથી મતલબ કે તાકાત મુજબ દરેક વ્યક્તિ માટે આસાન છે અને તેઓ આસાનીથી અમલ કરી શકે છે


=======================


وَنَزَعۡنَا مَا فِىۡ صُدُوۡرِهِمۡ مِّنۡ غِلٍّ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهِمُ الۡاَنۡهٰرُ‌ۚ وَقَالُوا الۡحَمۡدُ لِلّٰهِ الَّذِىۡ هَدٰٮنَا لِهٰذَا وَمَا كُنَّا لِنَهۡتَدِىَ لَوۡلَاۤ اَنۡ هَدٰٮنَا اللّٰهُ‌ ‌ۚ لَقَدۡ جَآءَتۡ رُسُلُ رَبِّنَا بِالۡحَـقِّ‌ ؕ وَنُوۡدُوۡۤا اَنۡ تِلۡكُمُ الۡجَـنَّةُ اُوۡرِثۡتُمُوۡهَا بِمَا كُنۡتُمۡ تَعۡمَلُوۡنَ(43)


(43). અને અમે તેમના દિલોના કપટને દૂર કરી દઈશું, તેમના નીચે નદીઓ વહેતી હશે અને તેઓ કહેશે, “સર્વ વખાણ અલ્લાહના માટે છે જેણે અમને તેના માર્ગ પર લગાવ્યા, જો તે હિદાયત ન આપતો તો અમે પોતે માર્ગ પામી ન શકતા, ખરેખર અમારા રબના રસૂલ સત્ય સાથે આવ્યા અને તેમને પોકારીને કહેવામાં આવશે કે, "પોતાના કર્મોના બદલામાં તમને આ જન્નતના હકદાર બનાવી દેવામાં આવ્યા."


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92