સુરહ અલ્ અન્-આમ 97,98

 PART:-427


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      ઈલ્મ અને સમજદાર લોકો માટે

                સ્પષ્ટ નિશાનીઓ 

                    

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-97,98


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡ جَعَلَ لَـكُمُ النُّجُوۡمَ لِتَهۡتَدُوۡا بِهَا فِىۡ ظُلُمٰتِ الۡبَرِّ وَالۡبَحۡرِ‌ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّعۡلَمُوۡنَ(97)


(97). અને તેણે તમારા માટે તારાઓ બનાવ્યા જેથી તમે ભૂમિ અને સમુદ્રના અંધકારમાં તેના વડે રસ્તાને જાણી શકો, અને તે લોકોના માટે નિશાનીઓને રજૂ કરી દીધી છે જેઓ ઈલ્મ ધરાવે છે.


તફસીર(સમજુતી):-


અહીં તારાઓનો એક ફાયદો અને હેતુ બતાવવામાં આવ્યો છે અને તેના બીજા પણ બે હેતુઓ છે જેને બીજી જગ્યા પર વર્ણન કરેલ છે. આકાશોની શોભા અને શેતાનોની સજા એટલે કે જો શેતાન આકાશ પર જવાની કોશિશ કરે છે તો તેમના પર અંગારા બનીને પડે છે. કેટલાક સલફનું કથન છે, “આ ત્રણ વાતો સિવાય આ તારાઓના બારામાં જો કોઈ મનુષ્ય ઈમાન રાખતો હોય તો તે ભૂલ કરે છે અને અલ્લાહ પર જૂઠ ઘડે છે."


આનાથી માલુમ થાય છે કે આપણા દેશમાં જે જયોતિષ વિજ્ઞાનની ચર્ચા છે, જેમાં તારાઓના વડે ભવિષ્યની ઘટનાઓ અને વ્યક્તિની જિંદગી અથવા દુનિયામાં તેની અસરનો દાવો કરવામાં આવે છે તે બેકાર છે અને ઈસ્લામી કાનૂનના વિરુદ્ધ પણ, એટલા માટે કે તેને એક હદીસમાં જાદુનો ભાગ બતાવ્યો છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَ هُوَ الَّذِىۡۤ اَنۡشَاَكُمۡ مِّنۡ نَّفۡسٍ وَّاحِدَةٍ فَمُسۡتَقَرٌّ وَّمُسۡتَوۡدَعٌ‌ ؕ قَدۡ فَصَّلۡنَا الۡاٰيٰتِ لِقَوۡمٍ يَّفۡقَهُوۡنَ(98)


(98). અને તેણે તમને એક જીવમાંથી પેદા કર્યા પછી તમારી એક કાયમની અને એક સમર્પણની જગ્યા છે, અને તેમના માટે નિશાનીઓને સ્પષ્ટ કરી દીધી છે જેઓ સમજે છે.


તફસીર(સમજુતી):-


મોટાભાગના વ્યાખ્યાકારોના વિચાર મુજબ(مُسۡتَقَرٌّ) (મુસ્તકર)થી આશય ગર્ભાશય અને (مُسۡتَوۡدَعٌ‌)થી આશય પિતાની પીઢ છે. (ફતહુલ કદીર અને ઈબ્ને કસીર)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92