સુરહ અલ્ અન્-આમ 93,94

 PART:-425


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવવો

                સૌથી મોટો જુલ્મ

      

    એકલા આવેલા અને એકલા જવાના 

                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-93,94


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَـرٰى عَلَى اللّٰهِ كَذِبًا اَوۡ قَالَ اُوۡحِىَ اِلَىَّ وَلَمۡ يُوۡحَ اِلَيۡهِ شَىۡءٌ وَّمَنۡ قَالَ سَاُنۡزِلُ مِثۡلَ مَاۤ اَنۡزَلَ اللّٰهُ‌ؕ وَلَوۡ تَرٰٓى اِذِ الظّٰلِمُوۡنَ فِىۡ غَمَرٰتِ الۡمَوۡتِ وَالۡمَلٰٓئِكَةُ بَاسِطُوۡۤا اَيۡدِيۡهِمۡ‌ۚ اَخۡرِجُوۡۤا اَنۡفُسَكُمُ‌ؕ اَلۡيَوۡمَ تُجۡزَوۡنَ عَذَابَ الۡهُوۡنِ بِمَا كُنۡتُمۡ تَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ غَيۡرَ الۡحَـقِّ وَكُنۡتُمۡ عَنۡ اٰيٰتِهٖ تَسۡتَكۡبِرُوۡنَ(93)


(93). અને તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે અથવા કહે કે મારી તરફ વહી આવી છે, જ્યારે કે તેના તરફ કશું નથી આવ્યું, અને જેણે કહ્યું કે જેવી રીતે અલ્લાહે ઉતાર્યું હું પણ ઉતારીશ, જો તમે જાલિમોને મૃત્યુના સખત અઝાબમાં જોશો, જ્યારે ફરિશ્તાઓ પોતાના હાથ લપકાવીને કહેશે કે, “પોતાનો જીવ નીકાળો, આજે તમને અલ્લાહ પર નાહક આરોપ લગાવવા અને ઘમંડથી તેની આયતોનો ઈન્કાર કરવાના કારણે અપમાનજનક બદલો આપવામાં આવશે.”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَقَدۡ جِئۡتُمُوۡنَا فُرَادٰى كَمَا خَلَقۡنٰكُمۡ اَوَّلَ مَرَّةٍ وَّتَرَكۡتُمۡ مَّا خَوَّلۡنٰكُمۡ وَرَآءَ ظُهُوۡرِكُمۡ‌ۚ وَمَا نَرٰى مَعَكُمۡ شُفَعَآءَكُمُ الَّذِيۡنَ زَعَمۡتُمۡ اَنَّهُمۡ فِيۡكُمۡ شُرَكٰٓؤُا‌ ؕ لَقَدْ تَّقَطَّعَ بَيۡنَكُمۡ وَضَلَّ عَنۡكُمۡ مَّا كُنۡتُمۡ تَزۡعُمُوۡنَ(94)


(94). અને તમે અમારા પાસે એકલા-એકલા આવી ગયા જેવા તમને પ્રથમ વખતે પેદા કર્યા અને તમને જે આપ્યું તેને પાછળ છોડીને આવ્યા અને તમારા ભલામણકર્તાઓ અમને નથી દેખાઈ રહ્યા, જેને તમે પોતાના કામોમાં અમારા ભાગીદાર સમજી રહ્યા હતા, બેશક તમારા સંબંધો તૂટી ગયા અને તમારો ખયાલ તમારાથી ખોવાઈ ગયો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92