સુરહ અલ્ અન્-આમ 95,96

 PART:-426 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   અલ્લાહ સંપૂર્ણપણે દરેક વસ્તુ પર કાદિર છે

                                  

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-95,96


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِنَّ اللّٰهَ فَالِقُ الۡحَبِّ وَالنَّوٰى‌ؕ يُخۡرِجُ الۡحَىَّ مِنَ الۡمَيِّتِ وَمُخۡرِجُ الۡمَيِّتِ مِنَ الۡحَىِّ ‌ؕ ذٰ لِكُمُ اللّٰهُ‌ فَاَنّٰى تُؤۡفَكُوۡنَ(95)


(95). અલ્લાહ જ દાણા અને ઠળિયાઓને ફાડીને કૂંપળો નીકાળે છે,' તે સજીવને નિર્જીવમાંથી અને નિર્જીવને સજીવમાંથી કાઢનાર છે તે જ અલ્લાહ છે, પછી તમે ક્યાં ભટકતા જઈ રહ્યા છો?


તફસીર(સમજુતી):-


અહીંથી અલ્લાહની બેપનાહ તાકાત અને કુદરતનું વર્ણન થઈ રહ્યું છે, ફરમાવ્યું, અલ્લાહ તઆલા દાણા અને ગુઠલીને, જેને કિસાન ધરતીમાં દબાવી દે છે, તેને ફાડીને અનેક રંગ-રૂપના વૃક્ષો ઉગાડે છે, ધરતી એક હોય છે,

પાણી પણ જેનાથી સિંચાઈ થાય છે એક જ પ્રકારનું હોય છે, પરંતુ જે જે વસ્તુના તે દાણા અને ગુઠલી હોય છે. તેના મુજબ અલ્લાહ તઆલા તેનાથી ઘણા પ્રકારના અનાજ અને ફળોના વૃક્ષો ઉગાડે છે શું અલ્લાહના સિવાય બીજુ કોઈ છે જે આ કામને કરે છે અથવા કરી શકે છે?


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَالِقُ الۡاِصۡبَاحِ‌ۚ وَ جَعَلَ الَّيۡلَ سَكَنًا وَّالشَّمۡسَ وَالۡقَمَرَ حُسۡبَانًا‌ ؕ ذٰلِكَ تَقۡدِيۡرُ الۡعَزِيۡزِ الۡعَلِيۡمِ(96)


(96). રાત્રિના પડદાને ચીરીને તે જ પ્રભાત કાઢે છે, અને તેણે રાત્રિને આરામ કરવા માટે, સૂર્ય અને ચંદ્રને હિસાબ લગાવવા માટે બનાવ્યા, આ ઠરાવેલી વાત છે જબરદસ્ત ઈલ્મવાળાની.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92