સુરહ અલ્ અન્-આમ 76,77,78,79

 PART:-419


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના રબને

                  ઓળખી લીધા

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-76,77,78,79


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَمَّا جَنَّ عَلَيۡهِ الَّيۡلُ رَاٰ كَوۡكَبًا ‌ۚ قَالَ هٰذَا رَبِّىۡ‌ ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَاۤ اُحِبُّ الۡاٰفِلِيۡنَ(76)


(76). પછી જયારે તેના પર રાત્રિનો અંધકાર છવાઈ ગયો તો એક તારાને જોયો, કહ્યું કે, “આ મારો રબ છે.” પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે “હું આથમી જનારાઓને મોહબ્બત નથી કરતો.”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَمَّا رَاَالۡقَمَرَ بَازِغًا قَالَ هٰذَا رَبِّىۡ ‌ۚ فَلَمَّاۤ اَفَلَ قَالَ لَئِنۡ لَّمۡ يَهۡدِنِىۡ رَبِّىۡ لَاَ كُوۡنَنَّ مِنَ الۡقَوۡمِ الضَّآ لِّيۡنَ(77)


(77). પછી જ્યારે ચંદ્રને ચમકતો જોયો તો કહ્યું કે, “આ મારો રબ છે", પછી જ્યારે તે આથમી ગયો તો કહ્યું કે, ‘જો મારો રબ મને રસ્તો નહિ દેખાડે તો હું ગુમરાહોમાં થઈ જઈશ.”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَمَّا رَاَ الشَّمۡسَ بَازِغَةً قَالَ هٰذَا رَبِّىۡ هٰذَاۤ اَكۡبَرُ‌ۚ فَلَمَّاۤ اَفَلَتۡ قَالَ يٰقَوۡمِ اِنِّىۡ بَرِىۡٓءٌ مِّمَّا تُشۡرِكُوۡنَ‏(78)


(78). પછી જ્યારે સૂર્યને પ્રકાશિત થતો જોયો તો કહ્યું કે, “આ મારો રબ છે, આ તો સૌથી મોટો છે", પછી જયારે તે આથમી ગયો તો કહ્યું કે, “બેશક હું તમારા શિર્કથી અલગ છું.”


તફસીર(સમજુતી):-


એટલે કે તે દરેક વસ્તુઓ જેને અલ્લાહના ભાગીદાર બનાવતા હોય અથવા જેની પૂજા કરતા હોય, તેનાથી હું દુઃખી છું. એટલા માટે કે તેમાં બદલાવ થતો હોય છે, ક્યારેક નીકળે છે, ક્યારેક ડૂબે છે, જે એ વાતનું સબૂત છે કે તેમને પેદા કરવામાં આવ્યા છે અને તેમને બનાવનાર કોઈ બીજો છે જેના તાબે આ બધા છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اِنِّىۡ وَجَّهۡتُ وَجۡهِىَ لِلَّذِىۡ فَطَرَ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ حَنِيۡفًا‌ وَّمَاۤ اَنَا مِنَ الۡمُشۡرِكِيۡنَ‌ۚ‏(79)


(79). મેં તો એકાગ્ર થઈને પોતાનું મોઢું તેની તરફ ફેરવી દીધુ, જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને હું મુશરિકોમાંથી નથી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92