સુરહ અલ્ અન્-આમ 74,75

 PART:-418


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   ઈબ્રાહીમ અલયહ સલામે પોતાના ઘરથી

             શરૂ કરી ઈસ્લામની દાવત 

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-74,75


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِذۡ قَالَ اِبۡرٰهِيۡمُ لِاَبِيۡهِ اٰزَرَ اَتَتَّخِذُ اَصۡنَامًا اٰلِهَةً ‌ ۚ اِنِّىۡۤ اَرٰٮكَ وَقَوۡمَكَ فِىۡ ضَلٰلٍ مُّبِيۡنٍ(74)


(74). અને યાદ કરો જ્યારે ઈબ્રાહીમે પોતાના પિતા આજર ને કહ્યું "શું તમે મૂર્તિઓને મા'બૂદ બનાવી રહ્યા છો? હું તમને અને તમારી કોમને સ્પષ્ટ ગુમરાહીમાં જોઈ રહ્યો છું."


તફસીર(સમજુતી):-


ઈતિહાસકારો હજરત ઈબ્રાહીમના પિતાના બે નામો બતાવે છે આ નામ આજર અને તારુખ છે, શક્ય છે કે બીજુ નામ લકબ (ઉપાધિ) હોય. કેટલાક કહે છે આજર તેમના કાકાનું નામ હતું પરંતુ એ સાચું નથી, એટલા માટે કે

કુરઆને આજરની ચર્ચા હજરત ઈબ્રાહીમના પિતાના રૂપમાં કરી છે. એટલા માટે આ જ સાચું છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ نُرِىۡۤ اِبۡرٰهِيۡمَ مَلَـكُوۡتَ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ وَلِيَكُوۡنَ مِنَ الۡمُوۡقِـنِيۡنَ(75)


(75). અને આ રીતે અમે ઈબ્રાહીમને આકાશો અને ધરતીનું રાજય બતાવ્યું જેથી તે સંપૂર્ણ યકીન કરનારાઓમાંથી થઈ જાય.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92