સુરહ અલ્ અન્-આમ 71,72,73

 PART:-417


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    મુર્તિપૂજા  ન નફો પહોંચાડી શકે કે

                  ન નુકસાન    

                                          

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-71,72,73


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اَنَدۡعُوۡا مِنۡ دُوۡنِ اللّٰهِ مَا لَا يَنۡفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلٰٓى اَعۡقَابِنَا بَعۡدَ اِذۡ هَدٰٮنَا اللّٰهُ كَالَّذِى اسۡتَهۡوَتۡهُ الشَّيٰطِيۡنُ فِى الۡاَرۡضِ حَيۡرَانَ ۖ لَـهٗۤ اَصۡحٰبٌ يَّدۡعُوۡنَهٗۤ اِلَى الۡهُدَى ائۡتِنَا ‌ؕ قُلۡ اِنَّ هُدَى اللّٰهِ هُوَ الۡهُدٰى‌ؕ وَاُمِرۡنَا لِنُسۡلِمَ لِرَبِّ الۡعٰلَمِيۡنَۙ(71)


(71). તમે કહો કે, “શું અમે અલ્લાહના સિવાય તેમને પોકારીએ જે અમને ન નફો પહોંચાડે કે ન નુકસાન પહોંચાડે? અને અલ્લાહની હિદાયત મળ્યા પછી ઉલટા પગે પાછા ફેરવી દેવામાં આવે? જેમ કે શયતાને બહેકાવી દીધો હોય અને તે ધરતી(જંગલ) માં ભટકતો ફરતો હોય, તેના સાથી તેને સાચા રસ્તા તરફ પોકારી રહ્યા હોય કે અમારા પાસે આવો,” તમે કહો કે, “અલ્લાહની હિદાયત જ હકીકતમાં હિદાયત છે. અને અમને હુકમ કરવામાં આવ્યો છે કે

દુનિયાના માલિકના માટે આત્મસમર્પણ કરી દઈએ.”


તફસીર(સમજુતી):-


આ તે લોકોનું દૃષ્ટાંત છે જે ઈમાન પછી બેઈમાન અને તૌહીદ પછી શિર્ક તરફ ફરી ગયા,

તેમનું દૃષ્ટાંત એવું છે કે તેઓ પોતાના સાથીઓથી છુટા પડી જંગલોમાં ચકિત થઈ પરેશાનીની હાલતમાં ભટકતા ફરતા હોય, તેમના સાથીઓ તેમને બોલાવી રહ્યા હોય પરંતુ ચકિત હોવાના કારણે કશું ન જોઈ શકતા હોય

અથવા જિન્નાતોના પંજામાં ફસાઈ જવાના કારણે સાચા માર્ગ પર આવવું અશક્ય હોય.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاَنۡ اَقِيۡمُوا الصَّلٰوةَ وَ اتَّقُوۡهُ‌ ؕ وَهُوَ الَّذِىۡۤ اِلَيۡهِ تُحۡشَرُوۡنَ(72)


(72). અને નમાઝ કાયમ કરો અને તેનાથી (અલ્લાહથી) ડરો, તે જ છે જેના તરફ તમે ભેગા કરવામાં આવશો.


તફસીર(સમજુતી):-


તૌહીદ પછી સૌથી પહેલાં નમાઝનો હુકમ કરવામાં આવ્યો જેથી ખબર પડે છે કે નમાઝની કેટલી અહેમિયત છે પછી તકવા (એટલે કે અલ્લાહનો ડર) નો હુકમ જેના વગર નમાઝની પાબંદી મુમકિન નથી. 


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ بِالۡحَـقِّ‌ؕ وَيَوۡمَ يَقُوۡلُ كُنۡ فَيَكُوۡنُؕ  قَوۡلُهُ الۡحَـقُّ‌ ؕ وَلَهُ الۡمُلۡكُ يَوۡمَ يُنۡفَخُ فِى الصُّوۡرِ‌ ؕ عٰلِمُ الۡغَيۡبِ وَ الشَّهَادَةِ‌ ؕ وَهُوَ الۡحَكِيۡمُ الۡخَبِيۡرُ(73)


(73). તેણે આકાશો અને ધરતીને સત્યની સાથે પેદા કર્યા, અને જે દિવસે કહેશે “થઈ જા’’ તો થઈ જશે, તેનું ફરમાન સત્ય છે અને જે દિવસે રણશિંગુ ફૂંકવામાં આવશે, બાદશાહી ફક્ત તેની

જ હશે, તે જાણવાવાળો છે ગૈબ અને હાજરનો, અને તે હિકમતવાળો બાખબર છે.


તફસીર(સમજુતી):-


આકાશો અને ધરતીને સત્યની સાથે પેદા કર્યા એટલે કે બે ફાયદા (ખેલકૂદ માટે) નહીં પરંતુ એક ખાસ મકસદ માટે, અને અલ્લાહને યાદ કરવા માટે અને તેનો શુક્ર કરવા માટે જેણે આ બધું બનાવ્યું છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92