સુરહ અન્-નિસા 131,132


PART:-312
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-131,132
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

   અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ وَلَـقَدۡ وَصَّيۡنَا الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَاِيَّاكُمۡ اَنِ اتَّقُوا اللّٰهَ‌ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَانَ اللّٰهُ غَنِيًّا حَمِيۡدًا‏(131)

131).અને આકાશો અને ધરતીમાં જે કંઈ છે તે બધું અલ્લાહનું જ છે અને અમે તમારાથી પહેલાના લોકો
જેમને કિતાબ આપવામાં આવી, તેઓને અને તમોને એ જ હુકમ આપવામાં આવ્યો કે અલ્લાહથી ડરો અને જો તમે ન માનો તો બેશક જે કંઈ આકાશો અને ધરતીમાં છે બધું અલ્લાહનું જ છે અને અલ્લાહ બેનિયાઝ, તમામ પ્રશંસાનો અધિકારી છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ ‌ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا‏(132)

132).અને જે કઈ પણ આકાશોમાં અને ધરતીમાં છે બધું અલ્લાહનું છે અને અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે.

તફસીર(સમજૂતી):-

(وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡض)
આયત નંબર 131 મા બે વાર અને 132 માં એકવાર એમ કરીને એકસાથે કુલ ત્રણ વાર સંબોધન કરીને કહેવામાં આવે છે
(૧). પહેલીવારમા દરેક ને અલ્લાહ થી ડરવાનો હુકમ 
આપવામાં આવ્યો છે અને "નહીં માનો તો" ત્યાંથી અટકીને ચેતવણી પણ અપાય છે

(૨). બીજી વારમાં અલ્લાહ બેનિયાઝ છે તેના ખજાનામાં કોઈ કમી નથી અને પ્રશંસાનો અધિકાર તેને જ છે

(૩).ત્રીજીવારમા અલ્લાહ માટે બધુ આસાન છે કામ બનાવવા માટે પૂરતો છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92