સુરહ અન્-નિસા 128

PART:-310
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-128
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

   પરસ્પર સુલેહ કરવાની સલાહ

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنِ امۡرَاَةٌ خَافَتۡ مِنۡۢ بَعۡلِهَا نُشُوۡزًا اَوۡ اِعۡرَاضًا فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۤ اَنۡ يُّصۡلِحَا بَيۡنَهُمَا صُلۡحًا‌ ؕ وَالصُّلۡحُ خَيۡرٌ‌ ؕ وَاُحۡضِرَتِ الۡاَنۡفُسُ الشُّحَّ‌ ؕ وَاِنۡ تُحۡسِنُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا(128)

128).અને જો કોઈ સ્ત્રીને પોતાના પતિના દુર્વ્યવહાર  અને ઉપેક્ષાનો ડર હોય તો બંનેએ પરસ્પર સુલેહ કરી
લેવામાં કોઈ બૂરાઈ નથી' અને સુલેહ બહેતર છે, અને લાલચ દરેકના મનમાં સામેલ કરી દેવામાં આવી છે,
અને જો તમે અહેસાન કરો અને તકવો અપનાવો તો અલ્લાહ તમારા કરતૂતોથી વાકેફ છે.

તફસીર(સમજૂતી):-

પતિ જો કોઈ કારણસર પોતાની પત્નીને પસંદ ન કરે અને તેનાથી દૂરી અને ઉપેક્ષા અને ઈન્કાર રોજનો અમલ બનાવી લે અથવા એકથી વધારે પત્નીઓ હોવાની હાલતમાં કોઈ ઓછી ખૂબસૂરત પત્નીથી દૂર રહે તો પત્ની પોતાનો થોડોક હક છોડીને પતિથી સુલેહ કરી લે, તો આ સુલેહથી પતિ-પત્ની પર કોઈ ગુનોહ નહીં થાય, કેમકે સુલેહ દરેક સ્થિતિમાં બહેતર છે. મોમિનોની મા હજરત સૌદા (રદીઅલ્લાહુ અન્હા) એ પણ પોતાના ઘડપણમાં પોતાનો વારો હજરત આયેશાને આપી દીધો હતો, જેને નબી (ﷺ)એ સ્વિકાર્યો હતો. (સહીહ બુખારી,મુસ્લિમ, કિતાબુન નિકાહ)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92