સુરહ અન્-નિસા 129,130


PART:-311
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-129,130
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

      અન્યાય થી બચો

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَنۡ تَسۡتَطِيۡعُوۡۤا اَنۡ تَعۡدِلُوۡا بَيۡنَ النِّسَآءِ وَلَوۡ حَرَصۡتُمۡ‌ فَلَا تَمِيۡلُوۡا كُلَّ الۡمَيۡلِ فَتَذَرُوۡهَا كَالۡمُعَلَّقَةِ‌ ؕ وَاِنۡ تُصۡلِحُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا(129)

129).અને તમે પત્નિઓ વચ્ચે ક્યારેય ન્યાય કરી શકો નહિં, ભલેને તેની ઈચ્છા રાખો, એટલા માટે તમે(એકની તરફ) પૂરી રીતે ન ઝૂકી જાઓ કે બીજીને અધ્ધર લટકતી છોડી દો, અને જો તમે સુધાર કરી લો અને(અન્યાયથી) બચો તો બેશક અલ્લાહ દરગુજર કરનાર, મહેરબાન છે.

તફસીર (સમજુતી):-

"ક્યારેય ન્યાય કરી શકો નહિં, (ભલેને તેની ઈચ્છા રાખો,)" થી મુરાદ દિલી મુહબ્બત છે એટલે કે એક કરતાં વધારે પત્નીઓ હોય તો તમે તમારી ફિતરત પ્રમાણે એક ને જ દિલ થી વધારે મુહબ્બત હોય શકે જેથી બીજી પત્ની સાથે ઓછી મુહબ્બત ના લીધે તેના હકમા કમી કરી શકો છો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ يَّتَفَرَّقَا يُغۡنِ اللّٰهُ كُلًّا مِّنۡ سَعَتِهٖ‌ ؕ وَكَانَ اللّٰهُ وَاسِعًا حَكِيۡمًا(130)

130).અને જે બંને છૂટા પડી જાય તો અલ્લાહ પોતાની ૨હમતથી બંનેને બેપરવાહ કરી દેશે, અને અલ્લાહ કુશાદગી (વિશાળતા)વાળો, હિકમતવાળો છે.

તફસીર (સમજુતી):-

ધણી જ કોશિશો કવાથી પણ હાલાત અને સંજોગ બદલાઈ નહીં અને પરિસ્થિતિ વધારે વિપરીત થતી જાય તેવા સંજોગોમાં છુટા પડવામાં વાંધો નથી, હોય શકે કે અલ્લાહ બહેતર કરે.
પરંતુ એટલુ યાદ રાખવું કે હલાલ ચીજોમાં તલાક એવી વસ્તુ છે જે અલ્લાહને સખત નાપંસદ છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92