સુરહ અન્-નિસા 110,111,112


PART:-303
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
        આયત નં.:-110,111,112
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
કોઈ કોઈનો બોજ નહીં ઉપાડે
  
નિર્દોષ પર આરોપ લગાવવો સૌથી મોટો અપરાધ

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا اَوۡ يَظۡلِمۡ نَفۡسَهٗ ثُمَّ يَسۡتَغۡفِرِ اللّٰهَ يَجِدِ اللّٰهَ غَفُوۡرًا رَّحِيۡمًا(110)

110).અને જે પણ કોઈ બુરાઈ કરે અથવા પોતે પોતાના પર જુલમ કરે, પછી અલ્લાહથી માફી માંગે તો
અલ્લાહને દરગુજર કરનાર મહેરબાન પામશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يَّكۡسِبۡ اِثۡمًا فَاِنَّمَا يَكۡسِبُهٗ عَلٰى نَفۡسِهٖ‌ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(111)

111).અને જે કોઈ  ગુનાહ કરે છે તેનો બોજ તેના પર છે, અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.

તફસીર (સમજુતી):-

આ વિષયમાં બીજી આયતમાં અલ્લાહ ફરમાવે છે. “કોઈ બોજ ઉઠાવવાવાળો કોઈ
બીજાનો બોજ નહિ ઉઠાવે” (સૂરઃ બની ઈસરાઈલ-15) એટલે કે કોઈ કોઈનો જવાબદેહ નહીં હોય, દરેક વ્યક્તિને તે જ મળશે જે કમાઈને સાથે લઈ ગયો હશે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يَّكۡسِبۡ خَطِيۡٓــئَةً اَوۡ اِثۡمًا ثُمَّ يَرۡمِ بِهٖ بَرِيۡٓـئًـا فَقَدِ احۡتَمَلَ بُهۡتَانًا وَّاِثۡمًا مُّبِيۡنًا(112)

112).અને જે કોઈ બૂરાઈ અથવા ગુનોહ કરે છે પછી
કોઈ નિર્દોષ પર થોપી દે છે, તેણે ખુલ્લો આરોપ અને
ઘણો મોટો ગુનોહ કર્યો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92