સુરહ અન્-નિસા 105,106,107,108,109


PART:-302
        
     પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-105,106
           107,108,109
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
    આ કિતાબ સત્યની સાથે‌ ઉતારેલી છે.
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّاۤ اَنۡزَلۡنَاۤ اِلَيۡكَ الۡكِتٰبَ بِالۡحَـقِّ لِتَحۡكُمَ بَيۡنَ النَّاسِ بِمَاۤ اَرٰٮكَ اللّٰهُ‌ ؕ وَلَا تَكُنۡ لِّـلۡخَآئِنِيۡنَ خَصِيۡمًا(105)

105).બેશક અમે તમારા તરફ સત્યની સાથે કિતાબ
ઉતારી છે, જેથી તમે લોકો વચ્ચે તેના હિસાબથી ફેંસલો
કરો જેનાથી અલ્લાહ (તઆલા)એ તમને વાકેફ કર્યા, અને ખયાનત કરનારાઓના હિમાયતી ન બનો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّاسۡتَغۡفِرِ اللّٰهَ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ غَفُوۡرًا رَّحِيۡمًا‌(106)

106).અને અલ્લાહ (તઆલા)થી માફી માંગો, બેશક અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર મહેરબાન છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تُجَادِلۡ عَنِ الَّذِيۡنَ يَخۡتَانُوۡنَ اَنۡفُسَهُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يُحِبُّ مَنۡ كَانَ خَوَّانًا اَثِيۡمًا(107)

107).અને તેમના તરફથી ઝઘડો ન કરો જેઓ પોતે
પોતાનો જ વિશ્વાસઘાત કરે છે, બેશક ધોખેબાજ
ગુનેહગારને અલ્લાહ (તઆલા) પસંદ નથી કરતો.
☘☘☘☘☘☘☘☘☘☘☘

يَّسۡتَخۡفُوۡنَ مِنَ النَّاسِ وَلَا يَسۡتَخۡفُوۡنَ مِنَ اللّٰهِ وَهُوَ مَعَهُمۡ اِذۡ يُبَيِّتُوۡنَ مَا لَا يَرۡضٰى مِنَ الۡقَوۡلِ‌ؕ وَكَانَ اللّٰهُ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطًا(108)

108).તેઓ લોકોથી તો છૂપાઈ જાય છે પરંતુ અલ્લાહ
(તઆલા)થી છૂપાઈ શકતા નથી, તે તો તેમના સાથે છે
જયારે તેઓ રાત્રિમાં અપ્રિય વાતોની યોજના બનાવે છે
અને અલ્લાહે તેમના કરતૂતોને ઘેરી લીધેલ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

هٰۤاَنۡتُمۡ هٰٓؤُلَۤاءِ جَادَلۡـتُمۡ عَنۡهُمۡ فِى الۡحَيٰوةِ الدُّنۡيَا فَمَنۡ يُّجَادِلُ اللّٰهَ عَنۡهُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ اَمۡ مَّنۡ يَّكُوۡنُ عَلَيۡهِمۡ وَكِيۡلًا(109)

109).હા, તમે એ લોકો છો જે એમના અધિકાર માટે
દુનિયાથી લડ્યા, પરંતુ કયામતના દિવસે એમના
તરફથી અલ્લાહ સાથે કોણ તકરાર કરશે ? અને કોણ
એમનો વકીલ બનીને ઊભો હશે?'

તફસીર (સમજુતી):-

એટલે કે જ્યારે આ ગુનાહ ના કારણે તેની પકડ થશે તો અલ્લાહની પકડથી કોણ બચાવી શકશે ?

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92