સુરહ અન્-નિસા 103,104


PART:-301
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-103,104
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
    અલ્લાહના ઝિક્રની અહમિયત
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِذَا قَضَيۡتُمُ الصَّلٰوةَ فَاذۡكُرُوا اللّٰهَ قِيَامًا وَّقُعُوۡدًا وَّعَلٰى جُنُوۡبِكُمۡ ۚؕ فَاِذَا اطۡمَاۡنَنۡتُمۡ فَاَقِيۡمُوا الصَّلٰوةَ‌ ۚ اِنَّ الصَّلٰوةَ كَانَتۡ عَلَى الۡمُؤۡمِنِيۡنَ كِتٰبًا مَّوۡقُوۡتًا(103)

103).પછી જયારે તમે નમાઝ પઢી લો તો ઊભા રહીને,
બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહ (તઆલા)નો ઝિક્ર
કરતા રહો અને શાંતિ પ્રાપ્ત થાય તો નમાઝ કાયમ કરો, બેશક નમાઝ મુસલમાનો પર નિશ્ચિત અને નિર્ધારિત સમય પર ફર્ઝ(અનિવાર્ય) કરવામાં આવી છે.

તફસીર (સમજુતી):-

અહીં આશય ડરની નમાઝ છે. તેમાં જો કે સહૂલત આપવામાં આવી છે, એટલા માટે તેને પૂરી કરવાનું કહેવામાં
આવી રહ્યું છે કે ઊભા રહીને, બેસીને અને સૂતાં સૂતાં અલ્લાહનું સ્મરણ કરતા રહો.
"શાંતિ પ્રાપ્ત થાય" એનાથી આશય જયારે યુધ્ધના વાદળો વિખેરાઈ જાય તો પછી નમાઝને તે તરીકાથી પઢવી જે રીતે સામાન્ય સ્થિતિમાં પઢવામાં આવે છે.
આમાં નમાઝને નક્કી કરેલ સમય પર પઢવા માટે ભાર મૂકવામાં આવ્યો છે જેનાથી માલુમ થાય છે કે ધાર્મિક
કારણો સિવાય બે નમાઝોને જમા કરવી સારૂ નથી, કેમકે આમાં ઓછામાં ઓછી એક નમાઝ તેના નક્કી કરેલ
સમયમાં પઢી શકાશે નહિં જે આ આયતના વિરુધ્ધ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَهِنُوۡا فِى ابۡتِغَآءِ الۡقَوۡمِ‌ ؕ اِنۡ تَكُوۡنُوۡا تَاۡلَمُوۡنَ فَاِنَّهُمۡ يَاۡلَمُوۡنَ كَمَا تَاۡلَمُوۡنَ‌ ۚ وَتَرۡجُوۡنَ مِنَ اللّٰهِ مَا لَا يَرۡجُوۡنَ‌ ؕ وَ كَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(104)

104).અને તે લોકોનો પીછો કરવામાં આળસ ન કરો,જો તમને તકલીફ થાય છે તો તેઓને પણ તકલીફ થાય છે જેવી તમને થાય છે, અને તમે અલ્લાહથી તે આશાઓ રાખો છો જે તેઓને નથી, અને અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92