સુરહ અન્-નિસા 43

PART:-272
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-43

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَقۡرَبُوا الصَّلٰوةَ وَاَنۡـتُمۡ سُكَارٰى حَتّٰى تَعۡلَمُوۡا مَا تَقُوۡلُوۡنَ وَلَا جُنُبًا اِلَّا عَابِرِىۡ سَبِيۡلٍ حَتّٰى تَغۡتَسِلُوۡا‌ ؕ وَاِنۡ كُنۡتُمۡ مَّرۡضٰۤى اَوۡ عَلٰى سَفَرٍ اَوۡ جَآءَ اَحَدٌ مِّنۡكُمۡ مِّنَ الۡغَآئِطِ اَوۡ لٰمَسۡتُمُ النِّسَآءَ فَلَمۡ تَجِدُوۡا مَآءً فَتَيَمَّمُوۡا صَعِيۡدًا طَيِّبًا فَامۡسَحُوۡا بِوُجُوۡهِكُمۡ وَاَيۡدِيۡكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا غَفُوۡرًا(43)

43).અય ઈમાનવાળાઓ! જો તમે નશામાં ધૂત હોવ તો નમાઝની નજીક ન જાઓ. જયાં સુધી કે પોતાની વાત સમજવા ન લાગો, અને અપવિત્રતાની હાલતમાં જ્યાં
સુધી સ્નાન ન કરી લો. હાં, જો રસ્તા પર ચાલતો પસાર થઈ જનાર હોય તો અલગ વાત છે, અને જો તમે બીમાર હોવ, અથવા સફરમાં હોવ અથવા તમારામાંથી
કોઈ શૌચક્રિયાથી આવ્યો હોય અથવા તમે સ્ત્રીઓ સાથે
સહશયન કર્યું હોય અને તમને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરો અને પોતાના ચહેરા અને હાથ પર મસહ (હાથ ફેરવી લો) કરી લો. બેશક અલ્લાહ
(તઆલા) ઘણો માફ કરવાવાળો અને બક્ષવાવાળો છે.

તફસીર(સમજુતી):-

આ હુકમ તે સમયે આપવામાં આવ્યો જ્યારે શરાબ હરામ કરવામાં આવી ન હતી. એટલા માટે એક મહેફીલમાં શરાબ પીધા પછી જ્યારે નમાઝ માટે ઊભા થયા તો શરાબના નશામાં કુરઆનના શબ્દો પણ ઈમામ સાહેબ ખોટા પઢી ગયા (વિસ્તૃત વર્ણન માટે જુઓ તિર્મિજી, તફસીર સૂર: અન્–નિસા) જેના પર આ આયત ઉતરી કે નશાની હાલતમાં નમાઝ ન પઢો, એટલે કે તે સમયમાં નમાઝના સમયે શરાબ પીવાનું હરામ કરેલ હતું, સંપૂર્ણ
રીતે હરામ અને મનાઈનો હુકમ પછીથી ઉતર્યો.

એટલે કે અપવિત્રતાની હાલતમાં પણ નમાઝ ન પઢો કેમકે નમાઝ માટે પવિત્રતા જરૂરી છે.

(1) બીમારથી આશય તે બીમાર છે જેને પાણીના ઉપયોગથી નુકસાન અથવા બીમારી વધી જવાનો ડર હોય. (2) સામાન્ય મુસાફર, લાંબી મુસાફરી હોય કે ટૂંકી જો પાણી ઉપલબ્ધ ન હોય તો તેને તયમ્મુમ કરવાનો હુકમ છે.
પાણી ન મળવાની સ્થિતિમાં આ હુકમ નિવાસી માટે પણ છે પરંતુ બીમાર અથવા મુસાફરને આ પ્રકારની પરિસ્થિતિ સામાન્ય રીતે આવતી હતી એટલા માટે ખાસ તેમના માટે હુકમ બયાન કરી દીધો છે. (3)શૌચક્રિયાથી આવનાર.
(4)પત્ની સાથે સહશયન કરવાવાળો, તેમને પણ પાણી ન મળવાની સ્થિતિમાં તયમ્મુમ
કરી નમાઝ પઢવાનો હુકમ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92