સુરહ અન્-નિસા 40,41,42

PART:-271
         (Quran-Section)

     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-40,41,42

☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اِنَّ اللّٰهَ لَا يَظۡلِمُ مِثۡقَالَ ذَرَّةٍ‌ ۚ وَاِنۡ تَكُ حَسَنَةً يُّضٰعِفۡهَا وَيُؤۡتِ مِنۡ لَّدُنۡهُ اَجۡرًا عَظِيۡمًا(40)

40).બેશક, અલ્લાહ (તઆલા) રજભાર બરાબર જુલમ નથી કરતો, અને જો નેકી હોય તો તેને બમણી કરી દે છે, અને ખાસ રીતે પોતાની પાસેથી ઘણો મોટો બદલો
આપે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَكَيۡـفَ اِذَا جِئۡـنَا مِنۡ كُلِّ اُمَّةٍ ۭ بِشَهِيۡدٍ وَّجِئۡـنَا بِكَ عَلٰى هٰٓؤُلَاۤءِ شَهِيۡدًا(41)

41).તો શું હાલ થશે જે સમયે દરેક સમુદાયમાંથી એક ગવાહ અમે લાવીશું અને તમને તે લોકો પર ગવાહ બનાવીને લાવીશું.

તફસીર(સમજુતી):-

દરેક સમુદાયના પયગંબર અલ્લાહના દરબારમાં ગવાહી આપશે, “હે અલ્લાહ! અમે તો તારો સંદેશ અમારી કોમ સુધી પહોંચાડી દીધો હતો. હવે તેઓએ ન માન્યો તો તેમાં અમારી શું ભૂલ છે?” પછી તેના પર નબી કરીમ (ﷺ) ગવાહી આપશે, હે અલ્લાહ! આ બધા સાચું કહે છે.” આપ (ﷺ ) આ ગવાહી તે કુરઆન વડે આપશે જે આપની પર ઉતારવામાં આવ્યું,અને તેમાં પહેલાના નબીઓ અને તેમની કોમોની ઘટનાઓ જરૂરીયાત મુજબ બયાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَوۡمَئِذٍ يَّوَدُّ الَّذِيۡنَ كَفَرُوۡا وَعَصَوُا الرَّسُوۡلَ لَوۡ تُسَوّٰى بِهِمُ الۡاَرۡضُ ؕ وَلَا يَكۡتُمُوۡنَ اللّٰهَ حَدِيۡـثًا(42)

42).જે દિવસે કાફિરો અને રસૂલના નાફરમાનો એવી તમન્ના કરશે કે કાશ તેમને જમીનની સાથે બરાબર કરી દેવામાં આવતા અને અલ્લાહ (તઆલા) થી કોઈ વાત
છુપાવી શકશે નહિ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92