સુરહ અન્-નિસા 37,38,39


PART:-270
         (Quran-Section)
     (4)સુરહ અન્-નિસા
          આયત નં.:-37,38,39
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اۨلَّذِيۡنَ يَـبۡخَلُوۡنَ وَيَاۡمُرُوۡنَ النَّاسَ بِالۡبُخۡلِ وَيَكۡتُمُوۡنَ مَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ‌ ؕ وَ اَعۡتَدۡنَا لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا‌(37)

37).જે લોકો (પોતે) કંજૂસી કરે છે અને બીજાઓને પણ કંજૂસી કરવાનું કહે છે, અને અલ્લાહ (તઆલા) એ જે પોતાની મહેરબાનીથી તેમને આપી રાખ્યું છે તેને છુપાવે છે, અમે આવા અપકારી(નાશુક્રા) લોકો માટે
અપમાનિત કરનાર અઝાબ તૈયાર કરી રાખ્યો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمۡ رِئَآءَ النَّاسِ وَلَا يُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَلَا بِالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ وَمَنۡ يَّكُنِ الشَّيۡطٰنُ لَهٗ قَرِيۡنًا فَسَآءَ قَرِيۡنًا(38)

38).અને જે લોકો પોતાનો માલ લોકોને દેખાડવા માટે ખર્ચ કરે છે અને અલ્લાહ (તઆલા) પર અને
કયામતના દિવસ પર ઈમાન નથી રાખતા, અને જેનો સોબતી સાથી શયતાન હોય તે તો ઘણો ખરાબ સાથી છે .
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَاذَا عَلَيۡهِمۡ لَوۡ اٰمَنُوۡا بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَاَنۡفَقُوۡا مِمَّا رَزَقَهُمُ اللّٰهُ‌ ؕ وَكَانَ اللّٰهُ بِهِمۡ عَلِيۡمًا(39)

39).અને ભલા તેમનું શું નુકસાન હતું જો તેઓ અલ્લાહ (તઆલા) પર અને કયામતના દિવસ પર ઈમાન લાવતા અને અલ્લાહ (તઆલા)એ જે તેમને આપી
રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરતા, અલ્લાહ (તઆલા)તેઓને સારી રીતે જાણનાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92