સુરહ આલે ઈમરાન 187,188

PART:-241
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-187,188
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ اَخَذَ اللّٰهُ مِيۡثَاقَ الَّذِيۡنَ اُوۡتُوۡا الۡكِتٰبَ لَتُبَيِّنُنَّهٗ لِلنَّاسِ وَلَا تَكۡتُمُوۡنَهٗ فَنَبَذُوۡهُ وَرَآءَ ظُهُوۡرِهِمۡ وَ اشۡتَرَوۡا بِهٖ ثَمَنًا قَلِيۡلًاؕ فَبِئۡسَ مَا يَشۡتَرُوۡنَ(187)

187).અને જ્યારે અલ્લાહે કિતાબવાળાઓથી વચન લીધું કે તમે તેને બધા લોકો પાસે જરૂર વર્ણન કરશો અને તેને છુપાવશો નહિં, પછી પણ તે લોકોએ તે વચનને પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી ઓછી કિંમતમાં
વેચી નાખ્યું, તેમનો આ વેપાર ઘણો ખરાબ છે.

તફસીર(સમજુતી):-

આમાં એહલે કિતાબને કહેવામાં આવે છે કે અલ્લાહે તેમની પાસેથી વચન લીધું કે જે વાતો તૌરાત અને ઈન્જીલમાં છે,એટલે કે આખરી નબી વિષેની નિશાનીઓ છે તે વિશે લોકોને સાચું કહેજો પરંતુ તેઓએ દુનિયાનો ફાયદો હાસિલ કરવા તેને બદલી નાખી અને તે વચનને પીઠ પાછળ નાખી દીધું

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا تَحۡسَبَنَّ الَّذِيۡنَ يَفۡرَحُوۡنَ بِمَاۤ اَتَوْا وَّيُحِبُّوۡنَ اَنۡ يُّحۡمَدُوۡا بِمَا لَمۡ يَفۡعَلُوۡا فَلَا تَحۡسَبَنَّهُمۡ بِمَفَازَةٍ مِّنَ الۡعَذَابِ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(188)

188).તે લોકો જેઓ પોતાના કરતૂતોથી ખુશ છે અને ઈચ્છે છે કે જે તેઓએ નથી કર્યું તેના પર પણ તેમના વખાણ કરવામાં આવે, તમે તેમને સજાથી આઝાદ ન સમજો, તેમના માટે તો પીડાકારક સજા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92