સુરહ આલે ઈમરાન 185,186

PART:-240
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-185,186
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

كُلُّ نَفۡسٍ ذَآئِقَةُ الۡمَوۡتِ‌ؕ وَاِنَّمَا تُوَفَّوۡنَ اُجُوۡرَكُمۡ يَوۡمَ الۡقِيٰمَةِ‌ؕ فَمَنۡ زُحۡزِحَ عَنِ النَّارِ وَاُدۡخِلَ الۡجَـنَّةَ فَقَدۡ فَازَ ‌ؕ وَمَا الۡحَيٰوةُ الدُّنۡيَاۤ اِلَّا مَتَاعُ الۡغُرُوۡرِ‏(185)

185).દરેક જીવને મોતની મજા ચાખવાની જ છે અને કયામતના દિવસે તમને પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે, પરંતુ જે વ્યક્તિ આગથી હટાવી દેવામાં આવ્યો
અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, બેશક તે સફળ થઈ ગયો અને દુનિયાની જિંદગી ફક્ત ધોખાનો સામાન છે

તફસીર(સમજુતી):-

આ આયતમાં એક અટલ હકીકતનું વર્ણન છે કે મૃત્યુથી કોઈ ભાગી શકતું નથી. બીજુ એ કે દુનિયામાં જેણેે પણ સારૂ કે ખરાબ જે કંઈ કર્યું છે તેનો તેને પૂરેપૂરો બદલો આપવામાં આવશે. ત્રીજું કામયાબીની હદ બતાવવામાં
આવી છે કે હકીકતમાં કામયાબ તે છે જેણે દુનિયામાં રહીને પોતાના રબને ખુશ કરી લીધો. જેના પરિણામે તે જહન્નમથી આઝાદ કરી દેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો. ચોથું એ કે દુનિયાનું જીવન ધોખાનો સામાન છે જે તેનાથી પોતાનું દામન બચાવીને નીકળી ગયો, તે નસીબવાળો છે અને જે તેમાં ફસાઈ ગયો તે નાકામ અને બદનસીબ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَـتُبۡلَوُنَّ فِىۡۤ اَمۡوَالِكُمۡ وَاَنۡفُسِكُمۡ وَلَـتَسۡمَعُنَّ مِنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَمِنَ الَّذِيۡنَ اَشۡرَكُوۡۤا اَذًى كَثِيۡـرًا‌ؕ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا فَاِنَّ ذٰلِكَ مِنۡ عَزۡمِ الۡاُمُوۡرِ(186)

186).બેશક તમારા માલ તથા જાનમાં તમારી પરીક્ષા કરવામાં આવશે, અને જરૂર તમારે તે લોકોની જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને
મૂર્તિપૂજકોની ઘણી દુ:ખ આપવાવાળી વાતો સાંભળવી
પડશે અને જો તમે સબ્ર કરો અને હુકમ માનો, તો જરૂર આ ઘણી હિમ્મતનું કામ છે.'

તફસીર(સમજુતી):-

કિતાબવાળાઓથી આશય યહૂદી અને ઈસાઈ છે, તેઓ નબી (ﷺ ) ઈસ્લામ અને મુસલમાનોના વિરુદ્ધમાં ખોટા વિધાનો કરતા હતા, આજ સ્થિતિ અરબના મૂર્તિપૂજકોની હતી, તેમના સિવાય મદીનામાં આવ્યા પછી મુનાફિક
ખાસ કરીને તેમનો સરદાર અબ્દુલ્લાહ બીન ઉબય્ય પણ આપની માન-મર્યાદા પર વાર કરતો હતો, આપ(ﷺ )ના મદીના આવતા પેહલા મદીનાવાસીઓ તેને પોતાનો સરદાર બનાવવાના હતા. અને તેને તાજ પહેરાવવાની પૂરી તૈયારી થઈ ચૂકી હતી કે આપ ( ﷺ)ના આવવાથી તેનું સ્વપ્ન તુટી ગયું, જેનું તેને ખૂબજ દુ:ખ હતું, એટલા માટે બદલાની ભાવનાને કારણે આપ (ﷺ)ની વિરુદ્ધ અપમાન અને નિંદા કરવાનો કોઈ મોકો હાથથી જવા દેતો ન હતો, આવી સ્થિતિમાં મુસલમાનોને માફ કરવા અને સબ્ર કરવાની તાલીમ આપવામાં
આવી રહી છે જેનાથી જાણવા મળ્યું કે ઈસ્લામની દાવત આપનારને દુઃખો અને તકલીફોનું હોવું આ સાચા રસ્તામાં અટલ પરિસ્થિતિમાંથી છે અને તેનો ઈલાજ સબ્ર, અલ્લાહના ધર્મની મજબૂતીના માટે અલ્લાહની મદદની આશા અને અલ્લાહ તરફ પાછા ફરવા સિવાય કશું નથી. (ઈબ્ને કસીર)
























































Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92