સુરહ આલે ઈમરાન 152

PART:-222
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-152
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَقَدۡ صَدَقَكُمُ اللّٰهُ وَعۡدَهٗۤ اِذۡ تَحُسُّوۡنَهُمۡ بِاِذۡنِهٖ‌ۚ حَتّٰۤی اِذَا فَشِلۡتُمۡ وَتَـنَازَعۡتُمۡ فِى الۡاَمۡرِ وَعَصَيۡتُمۡ مِّنۡۢ بَعۡدِ مَاۤ اَرٰٮكُمۡ مَّا تُحِبُّوۡنَ‌ؕ مِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الدُّنۡيَا وَمِنۡكُمۡ مَّنۡ يُّرِيۡدُ الۡاٰخِرَةَ  ‌‌‌ۚ ثُمَّ صَرَفَكُمۡ عَنۡهُمۡ لِيَبۡتَلِيَكُمۡ‌ۚ وَلَقَدۡ عَفَا عَنۡكُمۡ‌ؕ وَ اللّٰهُ ذُوۡ فَضۡلٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ(152)

152).અને અલ્લાહ (તઆલા)એ પોતાનું વચન સાચુ કરી બતાવ્યું. જ્યારે કે તમે તેના હુકમથી તેઓને કતલ કરી રહ્યા હતા, ત્યાં સુધી કે તમે પોતાની હિમ્મત ખોઈ રહ્યા હતા અને કામમાં ઝઘડવા લાગ્યા, અને નાફરમાની કરી તેના પછી કે તેણે તમારી મનપસંદ વસ્તુઓ તમને બતાવી દીધી, તમારામાંથી કેટલાક દુનિયા ચાહતા હતા અને કેટલાકનો આખિરતનો વિચાર
હતો તો પછી તેણે તમને તેનાથી ફેરવી દીધા જેથી તમારી કસોટી કરે અને બેશક તેણે તમારી ભૂલને માફ
કરી દીધી અને ઈમાનવાળાઓ પર અલ્લાહ (તઆલા) ઘણો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

તેમાં સહાબા કિરામની તે વિશેષતાનુ વર્ણન છે જે તેમની ભૂલોના પછી પણ અલ્લાહે તેમના માટે ફરમાવ્યું, એટલે કે તેમની ભૂલોનું સ્પષ્ટીકરણ કરીને ભવિષ્યમાં એવું ન કરે, અલ્લાહે તેમના માટે માફીનું એલાન કરી દીધું
જેથી કોઈ ઈર્ષા કરનાર તેમના ઉપર કોઈ તહોમત ન લગાવી શકે, જયારે અલ્લાહ તઆલાએ જ કુરઆન કરીમમા તેમના માટે જાહેર માફીનું એલાન કરી દીધું, તો હવે કોઈને તહોમત લગાવવાનો કોઈ મોકો ક્યાંથી રહે ?

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92