સુરહ આલે ઈમરાન 147,148

PART:-220
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-147,148
                                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَا كَانَ قَوۡلَهُمۡ اِلَّاۤ اَنۡ قَالُوۡا رَبَّنَا اغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَاِسۡرَافَنَا فِىۡۤ اَمۡرِنَا وَ ثَبِّتۡ اَقۡدَامَنَا وَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(147)

147).અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને
માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ પર મદદ કર.

તફસીર(સમજુતી):-

યુદ્ધના મેદાનમાં ઈમાનવાળાઓ ફક્ત પોતાની તાકાત અને તલવારોના જોર પર નહીં પરંતુ સાથે-સાથે તેઓ અલ્લાહ પાસે પોતાની ખતાઓની માફી માગીને દુઆ કરતાં હતાં કે અલ્લાહ અમને સાબિત કદમ રાખ અને અમારી મદદ કર. (તયસુર-ઉલ-કુર્આન)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاٰتٰٮهُمُ اللّٰهُ ثَوَابَ الدُّنۡيَا وَحُسۡنَ ثَوَابِ الۡاٰخِرَةِ‌ ؕ وَاللّٰهُ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ(148)

148).અને અલ્લાહ (તઆલા)એ તેમને દુનિયાનો બદલો આપ્યો અને આખિરતના બદલાની વિશેષતા પણ પ્રદાન કરી અને અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92