સુરહ આલે ઈમરાન 149,150, 151

PART:-221
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-149,150
                              151         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنۡ تُطِيۡعُوا الَّذِيۡنَ كَفَرُوۡا يَرُدُّوۡكُمۡ عَلٰٓى اَعۡقَابِكُمۡ فَتَـنۡقَلِبُوۡا خٰسِرِيۡن(149)

149).અય ઈમાનવાળાઓ! જો તમે કાફિરોની વાતો માનશો તો તેઓ તમને ઉલટા પગે ફેરવી દેશે (એટલે કે તમને મુર્તદ બનાવી દેશે) પછી તમે નુકસાન ઉઠાવનારા થઈ જશો.

☘☘☘☘☘☘☘☘☘☘☘ 

بَلِ اللّٰهُ مَوۡلٰٮكُمۡ‌ۚ وَهُوَ خَيۡرُ النّٰصِرِيۡنَ‏(150)

150). પરંતુ અલ્લાહ (તઆલા) તમારો  માલિક છે અને તે જ સૌથી સારો મદદગાર છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘ 

سَنُلۡقِىۡ فِىۡ قُلُوۡبِ الَّذِيۡنَ كَفَرُوا الرُّعۡبَ بِمَاۤ اَشۡرَكُوۡا بِاللّٰهِ مَا لَمۡ يُنَزِّلۡ بِهٖ سُلۡطٰنًا ‌‌ۚ وَمَاۡوٰٮهُمُ النَّارُ‌ؕ وَ بِئۡسَ مَثۡوَى الظّٰلِمِيۡنَ(151)

151).અમે જલ્દીથી કાફિરોના દિલોમા ડર નાખી દઈશું, એ કારણથી કે તેઓ અલ્લાહના સાથે તે વસ્તુઓને પણ શરીક કરે છે, જેની અલ્લાહે કોઈ દલીલ નથી ઉતારી તેમનું ઠેકાણું જહન્નમ છે અને જાલીમો માટે તે ખરાબ જગ્યા છે.

તફસીર(સમજુતી):-

મુસલમાનોની હાર જોતા કેટલાક કાફિરોના દિલોમાં એવો વિચાર આવ્યો કે મુસલમાનોને ખતમ કરવાનો આ સારો મોકો છે , આ સમયે અલ્લાહ તઆલાએ તેમના દિલોમાં મુસલમાનોનો ડર નાખી દીધો, પછી તેમને પોતાના આ વિચારને પુરો કરવાની હિમ્મત ન રહી. (ફતહુલ કદીર) સહીહૈનની હદીસમાં છે કે નબી (ﷺ )એ
ફરમાવ્યું કે મને પાંચ વસ્તુઓ એવી આપવામાં આવી છે જે મારાથી પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી.
તેમાં એક એ પણ છે કે "દુશ્મનોના દિલોમાં એક મહિનાના અંતર સુધીનો મારો ડર નાખીને મારી મદદ કરવામાં આવી છે.''

આ હદીસથી માલુમ થયું કે આપ ( ﷺ)નો ડર કાયમી રૂપે દુશ્મનોના દિલોમાં નાખી દેવામાં આવ્યો, આ
આયતથી માલુમ થયું કે આપ (ﷺ )ની સાથે આપની ઉમ્મત (મુસલમાનો)નો ડર પણ મૂર્તિપૂજકોના દિલોમાં નાખી દેવામાં આવ્યો, તેનું કારણ તેઓનું શિર્ક કરવું છે, એટલે કે મૂર્તિપૂજકોનું દિલ બીજાઓના ડરથી કાંપે છે.કદાચ આજ કારણ છે કે મુસલમાનોની મોટી સંખ્યા મૂર્તિપૂજકોના જેવા ઈમાન અને કર્મોના કારણે દુશ્મન
તેમનાથી ડરવાને બદલે તેઓ દુશ્મનોથી ડરી રહ્યા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92