સુરહ આલે ઈમરાન 140,141,142

PART:-217
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-140,141,142
                                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ يَّمۡسَسۡكُمۡ قَرۡحٌ فَقَدۡ مَسَّ الۡقَوۡمَ قَرۡحٌ مِّثۡلُهٗ ‌ؕ وَتِلۡكَ الۡاَيَّامُ نُدَاوِلُهَا بَيۡنَ النَّاسِۚ وَلِيَـعۡلَمَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَتَّخِذَ مِنۡكُمۡ شُهَدَآءَ‌ؕ وَاللّٰهُ لَا يُحِبُّ الظّٰلِمِيۡنَۙ(140)

140).(આ યુદ્ધમાં) જો તમે ઝખ્મી થયા છો તો તેઓ પણ (બદ્રના યુદ્ધમાં) આ જ રીતે ઝખ્મી થયા છે અને આ દિવસોને અમે લોકોના વચ્ચે અદલ-બદલ કરતા રહીએ
છીએ, જેથી અલ્લાહ ઈમાનવાળાઓને (અલગ કરીને)
જોઈ લે, અને તમારામાંથી કેટલાકને શહીદ બનાવી દે, અને અલ્લાહ જાલિમોને પંસદ નથી કરતો

તફસીર(સમજુતી):-

બીજી રીતે મુસલમાનોને દિલાસો આપવામાં આવી રહ્યો છે કે જો ઓહદમાં તમારા કેટલાક લોકો ઘાયલ થયા છે તો શું થયું ? તમારા વિરોધીઓ પણ બદ્રના યુદ્ધમાં અને ઓહદના શરૂમાં તે જ રીતે ઘાયલ થઈ ચૂક્યા છે અને આ અલ્લાહની રીત છે તે જીત અને હારના દિવસો બદલતો રહે છે, ક્યારેક હારનારને જીતાડી દે છે અને જીતનારને હરાવી દે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِيُمَحِّصَ اللّٰهُ الَّذِيۡنَ اٰمَنُوۡا وَيَمۡحَقَ الۡكٰفِرِيۡنَ(141)

141).અને જેથી અલ્લાહ મોમીનોને અલગ કરી લે અને
કાફિરોનો નાશ કરી દે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَمۡ حَسِبۡتُمۡ اَنۡ تَدۡخُلُوا الۡجَـنَّةَ وَلَمَّا يَعۡلَمِ اللّٰهُ الَّذِيۡنَ جَاهَدُوۡا مِنۡكُمۡ وَيَعۡلَمَ الصّٰبِرِيۡنَ(142)

142).શું તમે એમ સમજી લીધું કે જન્નતમાં દાખલ થઈ જશો જ્યારે કે હજી અલ્લાહે એ નથી જોયું કે કોણ તમારામાંથી જિહાદ કરે છે અને કોણ સબ્ર કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92