સુરહ આલે ઈમરાન 135,136

PART:-215
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-135,136
                                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَالَّذِيۡنَ اِذَا فَعَلُوۡا فَاحِشَةً اَوۡ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ ذَكَرُوا اللّٰهَ فَاسۡتَغۡفَرُوۡا لِذُنُوۡبِهِمۡ وَمَنۡ يَّغۡفِرُ الذُّنُوۡبَ اِلَّا اللّٰهُ ۖ وَلَمۡ يُصِرُّوۡا عَلٰى مَا فَعَلُوۡا وَهُمۡ يَعۡلَمُوۡنَ(135)

135).જ્યારે તેમનાથી કોઈ ખરાબ કામ થઈ જાય અથવા ગુનો કરી બેસે, તો જલ્દીથી અલ્લાહની યાદ અને પોતાના ગુનાહોના માટે તૌબા કરે છે અને હકીકતમાં અલ્લાહ (તઆલા) ના સિવાય ગુનાહોને કોણ માફ કરી શકે છે, અને તેઓ જાણતા હોવા છતાં પોતાના આચરણ પર જીદ કરતા નથી.

તફસીર(સમજુતી):-

એટલે કે તેમના માણસ હોવાના કારણે જ્યારે તેમનાથી કોઇ ગુનો અથવા ભૂલ થઈ જાય છે તો તરત જ તોબા (ક્ષમા યાચના) કરવા લાગે છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اُولٰٓئِكَ جَزَآؤُهُمۡ مَّغۡفِرَةٌ مِّنۡ رَّبِّهِمۡ وَ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا‌ ؕ وَنِعۡمَ اَجۡرُ الۡعٰمِلِيۡنَؕ(136)

136).તેમનો બદલો તેમના પાલનહાર તરફથી માફી અને બાગ છે જેની નીચે નહેરો વહે છે જેમાં તેઓ હંમેશા રહેશે અને સદકાર્યો કરનારાઓ માટે આ કેટલો સારો બદલો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92