સુરહ આલે ઈમરાન 75,76

PART:-188
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-75,76
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم*

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمِنۡ اَهۡلِ الۡكِتٰبِ مَنۡ اِنۡ تَاۡمَنۡهُ بِقِنۡطَارٍ يُّؤَدِّهٖۤ اِلَيۡكَ‌ۚ وَمِنۡهُمۡ مَّنۡ اِنۡ تَاۡمَنۡهُ بِدِيۡنَارٍ لَّا يُؤَدِّهٖۤ اِلَيۡكَ اِلَّا مَا دُمۡتَ عَلَيۡهِ قَآئِمًا ‌ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَالُوۡا لَيۡسَ عَلَيۡنَا فِىۡ الۡاُمِّيّٖنَ سَبِيۡلٌۚ وَيَقُوۡلُوۡنَ عَلَى اللّٰهِ الۡكَذِبَ وَ هُمۡ يَعۡلَمُوۡنَ(75)

75).અને કેટલાક કિતાબવાળાઓ એવા પણ છે કે તમે તેમને ખજાનાઓના અમાનતદાર બનાવી દો તો પણ તમને પરત કરી દેશે, અને તેમનામાંથી કેટલાક એવા પણ છે જો તમે તેમને એક દીનાર પણ અમાનત તરીકે આપો તો તમને પરત નહિ કરે, હા! એ વાત અલગ છે કે તમે તેમના માથા પર સવાર થઈ જાઓ, આ એટલા માટે કે તેઓએ કહી રાખ્યું છે કે અમારા
પર આ અભણોના હકનો કોઈ ગુનોહ નથી, આ લોકો જાણવા
છતા પણ અલ્લાહ પર જૂઠ બોલે છે,

તફસીર(સમજુતી):-

અભણો થી મુરાદ મુશરિક લોકો યહૂદીઓએ એવી વાત ગઢી લીધી હતી કે મુશરિકોનો માલ હડપ કરવાનું જાઈઝ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

بَلٰى مَنۡ اَوۡفٰى بِعَهۡدِهٖ وَاتَّقٰى فَاِنَّ اللّٰهَ يُحِبُّ الۡمُتَّقِيۡنَ(76)

76).કેમ નહિં (પકડ થશે) પરંતુ જે વ્યક્તિ પોતાનું વચન પૂરું કરે અને અલ્લાહ (તઆલા)થી ડરે, તો અલ્લાહ(તઆલા) પણ આવા ડરવાવાળાઓને પોતાનો દોસ્ત રાખે છે.

તફસીર(સમજુતી):-

“વચન પુરૂ કરે''નો અર્થ છે તે વચન પુરૂ કરે જે કિતાબવાળાઓથી અથવા દરેક નબીના જરીએ તેમની ઉમ્મતથી નબી (ﷺ ) પર ઈમાન લાવવાના વિષે લેવામાં આવેલ છે. "અને અલ્લાહથી ડરે”નો મતલબ અલ્લાહ તઆલાએ જે કામથી રોક્યા હોય તેનાથી રોકાઈ જાય અને તે વાતો અનુસાર અમલ કરે જે નબી (ﷺ ) વર્ણન કરે, આવા લોકો બેશક અલ્લાહની પકડથી બચેલા રહેશે, એટલું જ નહિં અલ્લાહના મહેબૂબ પણ હશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92