સુરહ આલે ઈમરાન 73,74

PART:-187
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-73,74
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تُؤۡمِنُوۡۤا اِلَّا لِمَنۡ تَبِعَ دِيۡنَكُمۡؕ قُلۡ اِنَّ الۡهُدٰى هُدَى اللّٰهِۙ اَنۡ يُّؤۡتٰٓى اَحَدٌ مِّثۡلَ مَاۤ اُوۡتِيۡتُمۡ اَوۡ يُحَآجُّوۡكُمۡ عِنۡدَ رَبِّكُمۡ‌ؕ قُلۡ اِنَّ الۡفَضۡلَ بِيَدِ اللّٰهِۚ يُؤۡتِيۡهِ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(73)

73).અને તમારા ધર્મ પર ચાલવાવાળાઓના સિવાય બીજા કોઈના ઉપર વિશ્વાસ ન કરો, તમે કહી દો, બેશક હિદાયત તો અલ્લાહની જ હિદાયત છે (અને એ પણ કહે છે કે આ વાત પર પણ યકીન ન કરો) કે કોઈને તેના પર
જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું, અથવા એ કે તમારાથી તમારા રબ પાસે ઝઘડો કરશે,તમે કહી દો કે ફઝલ (મહેરબાની) તો અલ્લાહ
(તઆલા)ના હાથમાં છે, તે જેને ઈચ્છે તેને આપે, અલ્લાહ (તઆલા) ખૂબ મોટો અને જાણવાવાળો છે.

તફસીર(સમજુતી):-

તેઓ(યહૂદી) અંદરો-અંદર એકબીજાને કહેતા ભલે ઈસ્લામ લાવ્યાં પણ યહૂદી સિવાય બીજા કોઈનો ભરોસો નહીં કરવાનો

યહૂદીઓની આ વાત પર આપ(ﷺ) ને કહેવામાં આવે છે તમે કહી દો કે હિદાયત અલ્લાહ તરફથી જ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَّخۡتَصُّ بِرَحۡمَتِهٖ مَنۡ يَّشَآءُ ‌ؕ وَاللّٰهُ ذُو الۡفَضۡلِ الۡعَظِيۡمِ(74)

74).તે પોતાની રહમતથી જેને ઈચ્છે ખાસ કરી દે, અને અલ્લાહ (તઆલા) ફઝલવાળો (મહેરબાની
કરવાવાળો) અને ખુબ જ મોટો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92