સુરહ આલે ઈમરાન 71,72

PART:-186
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-71,72
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَلۡبِسُوۡنَ الۡحَـقَّ بِالۡبَاطِلِ وَتَكۡتُمُوۡنَ الۡحَـقَّ وَاَنۡـتُمۡ تَعۡلَمُوۡنَ(71)

71).અય કિતાબવાળાઓ!          જાણવા છતાં પણ સત્ય અને અસત્યને કેમ ભેળવી દો છો,
અને સચ્ચાઈને કેમ છુપાવી રહ્યા છો?

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَقَالَتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ اٰمِنُوۡا بِالَّذِىۡۤ اُنۡزِلَ عَلَى الَّذِيۡنَ اٰمَنُوۡا وَجۡهَ النَّهَارِ وَاكۡفُرُوۡۤا اٰخِرَهٗ لَعَلَّهُمۡ يَرۡجِعُوۡنَ‌‌ۚ‌(72)

72).અને કિતાબવાળાઓના એક જૂથે કહ્યું કે જે કંઈ પણ ઈમાનવાળાઓ પર ઉતારવામાં આવ્યું છે તેના પર દિવસ ચઢે તો ઈમાન લાઓ અને સાંજના સમયે ઈન્કાર કરી દો જેથી આ લોકો પણ ફરી જાય.

તફસીર(સમજુતી):-

આ પણ યહુદીઓની એક ચાલસાજી અને મક્કારી હતી કે ભોળા મુસલમાનોને પોતાની જાળમાં ફસાવવાની. જયારે યહૂદી મુસ્લિમ બનીને પાછા ઈસ્લામ થી ફરી જાય એટલે ભોળીયા મુસલમાનો ના દિલમાં એવી શંકા પૈદા થાય કે ઈસ્લામમાં કંઈ ખામી હશે ત્યારે તો આ ભણેલા યહૂદીઓ ઈસ્લામમા દાખલ થઈને પાછા નિકળી ગયા, આવી ધોકેબાજીથી અલ્લાહ મુસલમાનો ને આગાહ કરે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92