સુરહ આલે ઈમરાન:-120,121

PART:-209
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-120,121

 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ تَمۡسَسۡكُمۡ حَسَنَةٌ تَسُؤۡهُمۡ وَاِنۡ تُصِبۡكُمۡ سَيِّئَةٌ يَّفۡرَحُوۡا بِهَا ‌ۚ وَاِنۡ تَصۡبِرُوۡا وَتَتَّقُوۡا لَا يَضُرُّكُمۡ كَيۡدُهُمۡ شَيۡــئًا ؕ اِنَّ اللّٰهَ بِمَا يَعۡمَلُوۡنَ مُحِيۡطٌ(120)

120).તમને જો ભલાઈ મળે તો તો મળે તો તો તેમને ખરાબ લાગે છે, (હા) જો બુરાઈ પહોંચે તો ખુશ થાય છે, જો તમે સબ્ર કરો અને પરહેઝગારી કરો તો તેમની યુક્તિઓ તમને નુકસાન નહિ પહોંચાડે. અલ્લાહ (તઆલા) એ તેમના કાર્યોને ઘેરી લીધેલ છે.

તફસીર(સમજુતી):-

અહી મુનાફિકીનની અદાવત નુ ઝિક્ર થાય છે જ્યારે મુસલમાનોને ભલાઈ કે ખુશહાલી આવે તો તેમને  દુઃખ અને જલન થાય છે અને જ્યારે મુસલમાનો તંગદસ્તીમાં સપડાય અથવા દુશ્મન ગાલિબ આવે(જેવું કે જંગે ઓહદમાં થયુ) તો ખુશ થઈ જાય છે. પછી ભલા શું તેઓ દોસ્તીને લાયક છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذۡ غَدَوۡتَ مِنۡ اَهۡلِكَ تُبَوِّئُ الۡمُؤۡمِنِيۡنَ مَقَاعِدَ لِلۡقِتَالِ‌ؕ وَاللّٰهُ سَمِيۡعٌ عَلِيۡمٌۙ(121)

121). (એ નબી! તે સમયને પણ યાદ કરો) જ્યારે વહેલી સવારમાં તમે પોતાના ઘરેથી નીકળી મુસલમાનોને યુદ્ધના મેદાનમાં લડાઈના મોર્ચા પર ઠીક રીતે બેસાડી રહ્યા હતા અને અલ્લાહ (તઆલા) સાંભળનાર અને જાણનાર છે.

તફસીર(સમજુતી):-

મોટાભાગના વ્યાખ્યાકારોની  નજદીક આ ઓહદના યુદ્ધની ઘટના છે જે શવ્વાલ 3 હિજરીમાં બની.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92