સુરહ આલે ઈમરાન:-118,119

PART:-208
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-118,119

 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوۡا بِطَانَةً مِّنۡ دُوۡنِكُمۡ لَا يَاۡلُوۡنَكُمۡ خَبَالًا ؕ وَدُّوۡا مَا عَنِتُّمۡ‌ۚ قَدۡ بَدَتِ الۡبَغۡضَآءُ مِنۡ اَفۡوَاهِهِمۡ  ۖۚ وَمَا تُخۡفِىۡ صُدُوۡرُهُمۡ اَكۡبَرُ‌ؕ قَدۡ بَيَّنَّا لَـكُمُ الۡاٰيٰتِ‌ اِنۡ كُنۡتُمۡ تَعۡقِلُوۡنَ(118)

118).અય ઈમાનવાળાઓ! તમે પોતાના ખાસ મિત્રો ઈમાનવાળાઓ સિવાય બીજા કોઈને ન બનાવો, (તમે નથી જોતા બીજા લોકો તો) તમારા વિનાશમાં કોઈ કસર
નથી રાખતા, તેઓ તો ઈચ્છે છે કે તમે દુ:ખમાં પડો,તેમની દુશ્મની તો પોતે તેમના મોઢાંથી પણ સ્પષ્ટ થઈ
ગઈ છે અને તેઓ જે તેમના હૃદયમાં છુપાવી રહ્યા છે તે
ઘણું વધારે છે, અમે તમારા માટે આયતોનું વર્ણન કરી દીધું, તમે અકલમંદ છો (તો ફિકર કરો).

તફસીર(સમજુતી):-

આ આયત મદીનાના અન્સારી બે કબીલા ઔસ અને ખજરજ વિષે છે તેઓની દોસ્તી પુરાના જમાનાથી યહુદીઓ સાથે હતી અને આ બે કબીલાઓએ જ્યારે ઈસ્લામ કબુલ કરી લીધા પછી પણ તેમણે તેવી જ દોસ્તી યહૂદીઓ સાથે નિભાવી રાખી પરંતુ યહૂદી જુબાની દોસ્તી રાખતા અને દિલથી તેમના દુશ્મન હતા

☘☘☘☘☘☘☘☘☘☘☘

هٰۤاَنۡتُمۡ اُولَاۤءِ تُحِبُّوۡنَهُمۡ وَلَا يُحِبُّوۡنَكُمۡ وَتُؤۡمِنُوۡنَ بِالۡكِتٰبِ كُلِّهٖ ‌ۚ وَاِذَا لَقُوۡكُمۡ قَالُوۡۤا اٰمَنَّا  ۖۚ وَاِذَا خَلَوۡا عَضُّوۡا عَلَيۡكُمُ الۡاَنَامِلَ مِنَ الۡغَيۡظِ‌ؕ قُلۡ مُوۡتُوۡا بِغَيۡظِكُمۡؕ‌ اِنَّ اللّٰهَ عَلِيۡمٌ ۢ بِذَاتِ الصُّدُوۡرِ(119)

119).હા, તમે તો તેમના સાથે મોહબ્બત કરો છો અને તેઓ તમારાથી મોહબ્બત નથી કરતા, તમે સંપૂર્ણ કિતાબને માનો છો અને (તેઓ નથી માનતા પછી મોહબ્બત કેવી?) તેઓ તમારા સામે તો ઈમાન કબૂલ કરે છે, પરંતુ એકાંતમાં ગુસ્સામાં આંગળિયો ચાવે છે,કહી દો પોતાના ગુસ્સામાં જ મરી જશો, અલ્લાહ(તઆલા) હૃદયોમાં છુપાયેલ વાતોને સારી રીતે જાણે છે.
















Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92