સુરહ આલે ઈમરાન:-116,117

PART:-207
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-116,117

 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَنۡ تُغۡنِىَ عَنۡهُمۡ اَمۡوَالُهُمۡ وَلَاۤ اَوۡلَادُهُمۡ مِّنَ اللّٰهِ شَيۡــئًا  ؕ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(116)

116).બેશક કાફિરોને તેમનો માલ અને તેમની સંતાન અલ્લાહને ત્યાં કશું કામમાં આવશે નહિં, તેઓ તો
જહન્નમી (નર્કવાસી) છે જેમાં તેઓ હંમેશા રહેશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

مَثَلُ مَا يُنۡفِقُوۡنَ فِىۡ هٰذِهِ الۡحَيٰوةِ الدُّنۡيَا كَمَثَلِ رِيۡحٍ فِيۡهَا صِرٌّ اَصَابَتۡ حَرۡثَ قَوۡمٍ ظَلَمُوۡۤا اَنۡفُسَهُمۡ فَاَهۡلَكَتۡهُ ‌ؕ وَمَا ظَلَمَهُمُ اللّٰهُ وَلٰـكِنۡ اَنۡفُسَهُمۡ يَظۡلِمُوۡنَ(117)

117).તેઓ જે કંઈ આ દુનિયાના જીવનમાં ખર્ચ કરે છે તે
એવી હવાના સમાન છે જેમાં હિમ હોય, જે કોઈ જાલીમ કોમના ખેતર પરથી પસાર થઈ તેનો નાશ કરી દે,અલ્લાહે તેમની ઉપર જુલમ નથી કર્યું પરંતુ તેઓ પોતે પોતાની ઉપર જુલમ કરી રહ્યા હતા

તફસીર(સમજુતી):-

ક્યામતના દિવસે કાફિરોનો ન માલ કામ આવશે ન સંતાન, ત્યાં સુધી કે ભલાઈના કામોમાં ખર્ચ કરેલ માલ પણ બેકાર થઈ જશે અને તેનું નુકશાન તે હિમ જેવું છે જે હરીભરી ખેતીને બાળીને બરબાદ કરી દે છે, જાલિમો આ ખેતીને જોઈને ખુશ થઈ રહ્યા હોય છે અને ફાયદાની આશા રાખે છે કે અચાનક તેમની આશા ધૂળમાં મળી જાય છે. આથી જાણવા મળ્યું કે જ્યાં સુધી ઈમાન નહીં હોય ત્યાં સુધી ભલાઈના કામોમાં ખર્ચ કરનારની દુનિયા ભલે
ગમે તેટલી મશહુર કેમ ન હોય, આખિરતમાં તેમને તેનો બદલો કશું નહિ મળે, ત્યાં તો તેમના માટે દરરોજ જહન્નમમાં રહેવાની સજા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92