સુરહ આલે ઈમરાન:- 112,113,

PART:-205
        (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-112,113,

 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

ضُرِبَتۡ عَلَيۡهِمُ الذِّلَّةُ اَيۡنَ مَا ثُقِفُوۡۤا اِلَّا بِحَبۡلٍ مِّنَ اللّٰهِ وَحَبۡلٍ مِّنَ النَّاسِ وَبَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَضُرِبَتۡ عَلَيۡهِمُ الۡمَسۡكَنَةُ  ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ كَانُوۡا يَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَيَقۡتُلُوۡنَ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ‌ؕ ذٰ لِكَ بِمَا عَصَوۡا وَّكَانُوۡا يَعۡتَدُوۡنَ(112)

112).તેઓ દરેક જગ્યા પર જલીલ છે, એ વાત અલગ છે કે અલ્લાહ (તઆલા)ની અથવા લોકોની પનાહમાં હોય, તેઓ અલ્લાહ (તઆલા)ના પ્રકોપના હકદાર થઈ ગયા, અને તેમના ઉપર ગરીબી થોપી દેવામાં આવી. આ એટલા માટે કે આ લોકો અલ્લાહની આયતોને માનતા ન હતા અને કારણ વગર નબીઓને કતલ કરતા હતા, આ બદલો તેમની નાફરમાનીઓ અને હદથી વધી જવાનો છે.

તફસીર(સમજુતી):-

તેઓ એટલે યહુદીઓ દરેક જગ્યાએથી જલીલ થયા, અલ્લાહ અથવા લોકોની પનાહ થી મુરાદ ઈસ્લામ કબુલ કરી લે અથવા તો મુસ્લિમ દેશમાં હુક્મુરાનો ને ટેક્સ આપીને રહેઠાણ કરે કા તો કોઈ મુસ્લિમ તેને પનાહ આપે

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَـيۡسُوۡا سَوَآءً ‌ؕ مِنۡ اَهۡلِ الۡكِتٰبِ اُمَّةٌ قَآئِمَةٌ يَّتۡلُوۡنَ اٰيٰتِ اللّٰهِ اٰنَآءَ الَّيۡلِ وَ هُمۡ يَسۡجُدُوۡنَ(113)

113).આ બધા એક સરખા નથી, પરંતુ આ કિતાબવાળાઓમાં એક જૂથ (સચ્ચાઈ પ૨) કાયમ પણ
છે જે રાત્રિઓમાં અલ્લાહની આયતો પઢે છે અને સિજદા કરે છે.

તફસીર(સમજુતી):-

યહુદીઓમા મોટા ભાગનો તબક્કો ઈસ્લામ વિરોધી હતો પરંતુ તેમાં કેટલાક એવા હતાં જેમણે હક કબુલ કરીને ઈસ્લામ અપનાવી લીધો હતો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92