સુરહ આલે ઈમરાન 110,111


PART:-204
         (Quran-Section)
      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-110,111

☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

كُنۡتُمۡ خَيۡرَ اُمَّةٍ اُخۡرِجَتۡ لِلنَّاسِ تَاۡمُرُوۡنَ بِالۡمَعۡرُوۡفِ وَتَنۡهَوۡنَ عَنِ الۡمُنۡكَرِ وَتُؤۡمِنُوۡنَ بِاللّٰهِ‌ؕ وَلَوۡ اٰمَنَ اَهۡلُ الۡكِتٰبِ لَڪَانَ خَيۡرًا لَّهُمۡ‌ؕ مِنۡهُمُ الۡمُؤۡمِنُوۡنَ وَاَكۡثَرُهُمُ الۡفٰسِقُوۡنَ‏(110)

110).તમે બધાથી સારી ઉમ્મત છો જે લોકો માટે પેદા કરવામાં આવી છે કે તમે નેક કામોનો હુકમ આપો છો અને બુરા કામોથી રોકો છો, અને અલ્લાહ (તઆલા)
પર ઈમાન રાખો છો. જો કિતાબવાળા ઈમાન લાવતા
તો તેમના માટે બહેતર હતું, તેમનામાં ઈમાનવાળાઓ
પણ છે, પરંતુ વધારે પડતા લોકો ફાસિક છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَنۡ يَّضُرُّوۡكُمۡ اِلَّاۤ اَذًى‌ؕ وَاِنۡ يُّقَاتِلُوۡكُمۡ يُوَلُّوۡكُمُ الۡاَدۡبَارَ ثُمَّ لَا يُنۡصَرُوۡنَ(111)

111).આ લોકો તમને સતામણીના સિવાય બીજું કશું વધારે નુકશાન નથી પહોંચાડી શકતા અને જો તમારાથી લડાઈ થાય તો પીઠ ફેરવી લેશે, પછી તેઓને મદદ
કરવામાં નહિ આવે.

તફસીર(સમજુતી):-

સતામણી થી મુરાદ ફક્ત જુબાની તાના મારી શકે છે. પણ મેદાનમા ઉતરે તો તમારાથી હારી જાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92