સુરહ આલે ઈમરાન 7,8


PART:-158
         (Quran-Section)
     
 (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-7,8              
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
هُوَ الَّذِىۡۤ اَنۡزَلَ عَلَيۡكَ الۡكِتٰبَ مِنۡهُ اٰيٰتٌ مُّحۡكَمٰتٌ هُنَّ اُمُّ الۡكِتٰبِ وَاُخَرُ مُتَشٰبِهٰتٌ‌ؕ فَاَمَّا الَّذِيۡنَ فِىۡ قُلُوۡبِهِمۡ زَيۡغٌ فَيَتَّبِعُوۡنَ مَا تَشَابَهَ مِنۡهُ ابۡتِغَآءَ الۡفِتۡنَةِ وَابۡتِغَآءَ تَاۡوِيۡلِهٖۚ وَمَا يَعۡلَمُ تَاۡوِيۡلَهٗۤ اِلَّا اللّٰهُ ؔ‌ۘ وَ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ يَقُوۡلُوۡنَ اٰمَنَّا بِهٖۙ كُلٌّ مِّنۡ عِنۡدِ رَبِّنَا ‌ۚ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(7)

7).તે જ અલ્લાહ (તઆલા) છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં સ્પષ્ટ અને મજબૂત(મુહકમ) આયતો છે,જે અસલ કિતાબ છે અને કેટલીક સમાન (મુતશાબેહ)
આયતો છે, પછી જેમના દિલોમાં ખરાબી છે તેઓ મુતશાબેહ આયતોના પાછળ લાગી જાય છે, ફિતનો શોધવા માટે અને તેના અર્થઘટન (તાવીલ) માટે, પરંતુ
તેનો સાચો અર્થ અલ્લાહ (તઆલા) સિવાય કોઈ નથી
જાણતું. અને સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ એમ જ કહે છે કે અમે તો તેના પર ઈમાન લાવી ચૂક્યા આ બધું અમારા રબ તરફથી છે, અને નસીહત તો ફક્ત
અકલમંદો જ પ્રાપ્ત કરે છે.

તફસીર(સમજુતી):-

‘મુહકમાત’થી મતલબ તે આયતો છે જેમાં આદેશ-નિર્દેશ, સમસ્યાઓ, અને વાર્તાઓ છે, જેનો અર્થ સ્પષ્ટ અને અટલ છે. તેને સમજવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નથી આવતી. તેની વિરુધ્ધ આયત ‘મુતશાબેહ' છે. જેમકે
અલ્લાહનું અસ્તિત્વ, અને તકદીરની સમસ્યાઓ, જન્નત, જહન્નમ અને ફરિશ્તાઓ વગેરે.
તાવીલનો એક અર્થ છે કોઈ વસ્તુના અસલનું ઈલ્મ. આ અર્થમાં (اِلَّا اللّٰهُ  ) પર રોકાવું જરૂરી છે, કેમ કે દરેક વિષયના અસલ હકીકતનું ઈલ્મ ફક્ત અલ્લાહ ને જ છે, બીજો અર્થ કોઈ વિષયની વ્યાખ્યા, વર્ણન, વિવરણ
અને સ્પષ્ટીકરણ છે, આ અર્થમાં ( وَ الرّٰسِخُوۡنَ ) પર રોકાઈ જવું જોઈએ કેમકે આલિમ લોકો પણ સહીહ વિવરણ અને વર્ણનનું ઈલ્મ રાખે છે. (ઈબ્ને કસીર)
☘☘☘☘☘☘☘☘☘☘☘
رَبَّنَا لَا تُزِغۡ قُلُوۡبَنَا بَعۡدَ اِذۡ هَدَيۡتَنَا وَهَبۡ لَنَا مِنۡ لَّدُنۡكَ رَحۡمَةً ‌ ۚ اِنَّكَ اَنۡتَ الۡوَهَّابُ(8)

8).અય અમારા રબ! અમને હિદાયત આપ્યા પછી અમારા
દિલ વાંકા ન કરી દે અને અમને પોતાના પાસેથી રહમત (દયા) પ્રદાન કર, બેશક તું જ સૌથી મોટો દાતા છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92