સુરહ આલે ઈમરાન 1,2,3,4

☘☘☘☘﷽☘☘☘☘☘

             PART:-156
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-1,2,3,4             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

الٓمّٓ(1)

(1).અલિફ.લામ.મીમ.

તફસીર(સમજુતી):-

આ સુરહ મદની છે. તેની બધીજ આયતો જુદા-જુદા સમયમાં મદીનામાં જ ઉતરી અને તેનો શરૂઆતનો ભાગ એટલે કે 83 આયતો સુધી ઈસાઈઓના નજરાનના પ્રતિનિધિ મંડળ (આ શહેર હવે સઉદી અરબમાં છે)ના વિષે ઉતર્યો છે, જે 9 હિજરીમાં નબી (સ.અ.વ)ની સેવામાં હાજર થયુ હતું. ઈસાઈઓએ આવીને નબી કરીમ (સ.અ.વ) થી પોતાના ઈસાઈ અકીદા અને ઈસ્લામ વિષે
વાદ-વિવાદ કર્યો જેને રદ કરી તેઓને મુબાહિલા (એક રીત છે જેના અનુસાર કસમ ખાઈને પોતાની વાત કહેવામાં આવે
છે)ની દાવત પણ આપવામાં આવી. જેનું વિસ્તૃતમાં વર્ણન આગળ આવશે, આ પૃષ્ઠભૂમિમાં કુરઆન કરીમની આ આયતોનો
અભ્યાસ કરવામાં આવશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اللّٰهُ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ الۡحَىُّ الۡقَيُّوۡمُؕ(2)

2).અલ્લાહ (તઆલા) તે છે જેના સિવાય કોઈ મઅબૂદ નથી, જે જીવિત છે અને બધાનો રક્ષક છે.

તફસીર(સમજુતી):-

આમા (الۡحَىُّ ) અને (الۡقَيُّوۡمُؕ ) અલ્લાહ તઆલાના ખાસ નામ છે હય્ય નો અર્થ છે કે તે પહેલાથી છે અને અંત સુધી ૨હેશે તેને મૃત્યુ અને નાશ નથી. કય્યુમનો અર્થ તે તમામ સુષ્ટિને કાયમ રાખનાર, ૨ક્ષક અને સંરક્ષક છે, સમગ્ર દુનિયાને તેની જરૂર છે તેને કોઈની જરૂર નથી.

☘☘☘☘☘☘☘☘☘☘☘

نَزَّلَ عَلَيۡكَ الۡـكِتٰبَ بِالۡحَقِّ مُصَدِّقًا لِّمَا بَيۡنَ يَدَيۡهِ وَاَنۡزَلَ التَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَۙ‏(3)

3).જેણે સત્યની સાથે આ ક્તિાબ (પવિત્ર કુરઆન)ને ઉતારી, જે
પોતાની આગળની કિતાબોનું સમર્થન કરે છે, અને તેણે (આના
પહેલા) તૌરાત અને ઈન્જીલ ઉતાર્યા.

☘☘☘☘☘☘☘☘☘☘☘

مِنۡ قَبۡلُ هُدًى لِّلنَّاسِ وَاَنۡزَلَ الۡفُرۡقَانَ  ؕ‌ اِنَّ الَّذِيۡنَ كَفَرُوۡا بِاٰيٰتِ اللّٰهِ لَهُمۡ عَذَابٌ شَدِيۡدٌ  ‌ؕ وَاللّٰهُ عَزِيۡزٌ ذُو انۡتِقَامٍؕ(4)

4).આના પહેલાના લોકોની હિદાયતના માટે અને કુરઆન
પણ તેણે ઉતાર્યું. જે લોકો અલ્લાહની આયતોથી કુફ્ર કરે છે.
તેમના માટે સખત અઝાબ છે. અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત છે અને બદલો લેવાવાળો છે.

તફસીર(સમજુતી):-

એટલે કે પોતપોતાના સમયમાં તૌરાત અને ઈન્જીલ પણ જરૂર લોકોના હિદાયતનો સ્ત્રોત હતી, એટલા માટે કે તેને ઉતારવાનો હેતુ જ હિદાયતનો હતો પછી પણ ત્યારબાદ ( وَاَنۡزَلَ الۡفُرۡقَانَ  ) કહીને સ્પષ્ટ કરી દીધું કે તૌરાત અને ઈન્જીલનો જમાનો ખતમ થઈ ગયો. હવે કુરઆન ઉતરી ચૂક્યું છે તે ફુરકાન છે અને હવે ફક્ત તે જ સત્ય અને અસત્યની ઓળખ છે, તેને સત્ય માન્યા વગર અલ્લાહની નજદીક કોઈ મુસલમાન અને મોમિન નથી

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92