સુરહ બકરહ 285,286


PART:-155
         (Quran-Section)
    
  (2)સુરહ બકરહ
        આયત નં.:-285,286               
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اٰمَنَ الرَّسُوۡلُ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡهِ مِنۡ رَّبِّهٖ وَ الۡمُؤۡمِنُوۡنَ‌ؕ كُلٌّ اٰمَنَ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ ۚ  لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡ رُّسُلِهٖ‌  ۚ   وَقَالُوۡا سَمِعۡنَا وَاَطَعۡنَا‌ ۖ غُفۡرَانَكَ رَبَّنَا وَاِلَيۡكَ الۡمَصِيۡرُ(285)

285).રસુલ તે વસ્તુ પર ઈમાન લાવ્યા જે તેમના તરફ અલ્લાહ (તઆલા) તરફથી ઉતારવામાં આવી અને મોમિનો પણ ઈમાન લાવ્યા. આ બધા અલ્લાહ
(તઆલા) અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના રસૂલો પર ઈમાન લાવ્યા, તેના
રસૂલોમાંથી કોઈની વચ્ચે અમે ભેદભાવ નથી કરતા,તેમણે કહ્યું કે અમે સાંભળ્યું અને ફરમાબ૨દારી કરી,અમે તારાથી માફી ચાહિએ છીએ. અય અમારા રબ! અને અમારે તારા તરફ જ પાછા ફરવાનું છે.

તફસીર(સમજુતી):-

આ આયતમા ફરીવાર ઈમાન વાળાની સિફતોનુ બયાન કર્યુ છે
સુરહ બકરહ ની છેલ્લી બે આયતો ની હદીષમાં ઘણી ફઝીલત છે સહીહ બુખારીમા છે કે જે વ્યક્તિ રાતમાં આ બે આયતો પઢી લે તો તેના માટે કાફી છે, મુસ્નદ અહમદ માં છે કે રસુલ્લાહ (સ.અ.વ) એ કહ્યું કે સુરહ બકરહ છેલ્લી બે આયતો અર્શ ની નીચેના ખજાનામાંથી છે અને મારા સિવાય કોઈ નબી ને આપવામાં નથી આવી અને સહીહ મુસ્લિમ માં છે કે જ્યારે નબી (સ.અ.વ) ને મેઅરાજમાં ત્રણ વસ્તુઓ આપવામાં આવી તેમાંથી સુરહ બકરહ ની છેલ્લી બે આયતો છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَا يُكَلِّفُ اللّٰهُ نَفۡسًا اِلَّا وُسۡعَهَا ‌ؕ لَهَا مَا كَسَبَتۡ وَعَلَيۡهَا مَا اكۡتَسَبَتۡ‌ؕ رَبَّنَا لَا تُؤَاخِذۡنَاۤ اِنۡ نَّسِيۡنَاۤ اَوۡ اَخۡطَاۡنَا ‌ۚ رَبَّنَا وَلَا تَحۡمِلۡ عَلَيۡنَاۤ اِصۡرًا كَمَا حَمَلۡتَهٗ عَلَى الَّذِيۡنَ مِنۡ قَبۡلِنَا ‌‌ۚرَبَّنَا وَلَا تُحَمِّلۡنَا مَا لَا طَاقَةَ لَنَا بِهٖ‌ ۚ وَاعۡفُ عَنَّا وَاغۡفِرۡ لَنَا وَارۡحَمۡنَا ۚ اَنۡتَ مَوۡلٰٮنَا فَانۡصُرۡنَا عَلَى الۡقَوۡمِ الۡكٰفِرِيۡنَ(286)

286).અલ્લાહ કોઈ પણ નફસ (આત્મા) પર તેની તાકાતથી વધારે બોજ નથી નાખતો, જે ભલાઈ તે કરે તે તેના માટે છે જે બુરાઈ તે કરે તે તેના પર છે. અય અમારા રબ! જો અમે ભૂલી ગયા હોય અથવા ભૂલ કરી હોય તો અમને પકડીશ નહિં. અય અમારા રબ! અમારા
ઉપર તે બોજ ન નાખ જે અમારાથી પહેલાના લોકો પર
નાખ્યો હતો, અય અમારા રબ! અમારા ઉપર તે બોજ ન નાખ જે અમારી તાકાતમાં ન હોય અને અમને માફ કરી દે અને માફી આપ અને અમારા પર ૨હમ કર. તુ જ
અમારો માલિક છે, અમને કાફિર કોમ પર વિજય પ્રદાન કર.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92