સુરહ બકરહ 283,284


PART:-154
         (Quran-Section)
      
(2)સુરહ બકરહ
        આયત નં.:-283,284               
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ كُنۡتُمۡ عَلٰى سَفَرٍ وَّلَمۡ تَجِدُوۡا كَاتِبًا فَرِهٰنٌ مَّقۡبُوۡضَةٌ ‌ ؕ فَاِنۡ اَمِنَ بَعۡضُكُمۡ بَعۡضًا فَلۡيُؤَدِّ الَّذِى اؤۡتُمِنَ اَمَانَـتَهٗ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ‌ؕ وَلَا تَكۡتُمُوا الشَّهَادَةَ ‌ ؕ وَمَنۡ يَّكۡتُمۡهَا فَاِنَّهٗۤ اٰثِمٌ قَلۡبُهٗ‌ؕ وَ اللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ عَلِيۡمٌ(283)

283).અને જો તમે મુસાફરીમાં હોવ અને લખવાવાળો ન મળે તો ગિરવે પોતાની પાસે રાખી લો, અને જો પરસ્પર એકબીજા પર વિશ્વાસ હોય, તો જેને અમાનત
આપવામાં આવી છે તે તેને આપી દે, અને અલ્લાહ(તઆલા)થી ડરતો રહે જે તેનો રબ છે અને સાક્ષીને ન છુપાવો અને જે તેને છુપાવે તે મનનો પાપી છે, અને જે
કંઈ તમે કરો છો તેને અલ્લાહ સારી રીતે જાણે છે.

તફસીર(સમજુતી):-

જો એકબીજા પર ભરોસો હોય તો ગિરવે રાખ્યા વગર પણ કરજનો સોદો કરી શકો છો અમાનતથી આશય અહીંયા કરજ છે. અલ્લાહથી ડરતા ડરતા તેને જાઈઝ તરીકાથી ચૂકવી દો.
સાક્ષીને છુપાવવું ઘણો મોટો ગુનોહ છે, એટલા માટે તેની ઘણી બુરાઈ કુરઆન અને હદીસમાં કરવામાં આવી છે એટલા માટે કે સાચી સાક્ષીનું ઘણું મહત્વ પણ છે. સહી મુસ્લિમની હદીસ છે કે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું છે  “તે સૌથી સારો સાક્ષી છે, જે વગર સાક્ષીની માંગે પોતે સાક્ષી માટે હાજર થઈ જાય.” (સહીહ મુસ્લિમ)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَاِنۡ تُبۡدُوۡا مَا فِىۡۤ اَنۡفُسِكُمۡ اَوۡ تُخۡفُوۡهُ يُحَاسِبۡكُمۡ بِهِ اللّٰهُ‌ؕ فَيَـغۡفِرُ لِمَنۡ يَّشَآءُ وَيُعَذِّبُ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(284)

284).ધરતી અને આકાશની દરેક વસ્તુ અલ્લાહ(તઆલા)ના અધિકારમાં છે. તમારા દિલોમાં જે કંઈ છે,તેને તમે જાહેર કરો અથવા છુપાઓ, અલ્લાહ(તઆલા) તેનો હિસાબ લેશે, પછી જેને ઈચ્છે તેને માફ કરી દે અને જેને ઈચ્છે સજા આપે. અને અલ્લાહ(તઆલા) દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.

તફસીર(સમજુતી):-

જયારે આ આયત નાઝિલ થઈ તો સહાબા કિરામ ગમગીન થઈ ગયા કારણ કે આમાં અલ્લાહ કહે છે કે દિલમાં આવેલ છુપા ખયાલને પણ અલ્લાહ જાણે છે. અને દિલમાં આવેલ ગુનાહના ખયાલને માણસ રોકી શકતો નથી માટે સહાબાઓ રસુલુલ્લાહ(સ.અ.વ) પાસે શિકાયત કરી તો અલ્લાહ એ આના પછીની આયતો નાઝિલ કરીને આ આયતને મનસુખ કરી

























Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92