સુરહ બકરહ 281,282

PART:-153
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-281,282               
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاتَّقُوۡا يَوۡمًا تُرۡجَعُوۡنَ فِيۡهِ اِلَى اللّٰهِ ۖ ثُمَّ تُوَفّٰى كُلُّ نَفۡسٍ مَّا كَسَبَتۡ وَهُمۡ لَا يُظۡلَمُوۡنَ(281)

281).અને તે દિવસથી ડરો, જેમાં તમે બધા અલ્લાહ(તઆલા) તરફ પાછા ફેરવવામાં આવશો અને દરેક
માણસોને તેના કર્મો મુજબ પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે અને તેમના પર જુલમ કરવામાં નહિ આવે.'

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِذَا تَدَايَنۡتُمۡ بِدَيۡنٍ اِلٰٓى اَجَلٍ مُّسَمًّى فَاكۡتُبُوۡهُ ‌ؕ وَلۡيَكۡتُب بَّيۡنَكُمۡ كَاتِبٌۢ بِالۡعَدۡلِ‌  ۚ وَلَا يَاۡبَ كَاتِبٌ اَنۡ يَّكۡتُبَ كَمَا عَلَّمَهُ اللّٰهُ‌ فَلۡيَكۡتُبۡ ‌ۚوَلۡيُمۡلِلِ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ وَلۡيَتَّقِ اللّٰهَ رَبَّهٗ وَلَا يَبۡخَسۡ مِنۡهُ شَيۡــئًا ‌ؕ فَاِنۡ كَانَ الَّذِىۡ عَلَيۡهِ الۡحَـقُّ سَفِيۡهًا اَوۡ ضَعِيۡفًا اَوۡ لَا يَسۡتَطِيۡعُ اَنۡ يُّمِلَّ هُوَ فَلۡيُمۡلِلۡ وَلِيُّهٗ بِالۡعَدۡلِ‌ؕ وَاسۡتَشۡهِدُوۡا شَهِيۡدَيۡنِ مِنۡ رِّجَالِكُمۡ‌ۚ فَاِنۡ لَّمۡ يَكُوۡنَا رَجُلَيۡنِ فَرَجُلٌ وَّامۡرَاَتٰنِ مِمَّنۡ تَرۡضَوۡنَ مِنَ الشُّهَدَآءِ اَنۡ تَضِلَّ اِحۡدٰٮهُمَا فَتُذَكِّرَ اِحۡدٰٮهُمَا الۡاُخۡرٰى‌ؕ وَ لَا يَاۡبَ الشُّهَدَآءُ اِذَا مَا دُعُوۡا ‌ؕ وَلَا تَسۡــئَمُوۡۤا اَنۡ تَكۡتُبُوۡهُ صَغِيۡرًا اَوۡ كَبِيۡرًا اِلٰٓى اَجَلِهٖ‌ؕ ذٰ لِكُمۡ اَقۡسَطُ عِنۡدَ اللّٰهِ وَاَقۡوَمُ لِلشَّهَادَةِ وَاَدۡنٰۤى اَلَّا تَرۡتَابُوۡٓا اِلَّاۤ اَنۡ تَكُوۡنَ تِجَارَةً حَاضِرَةً تُدِيۡرُوۡنَهَا بَيۡنَكُمۡ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ اَلَّا تَكۡتُبُوۡهَا ‌ؕ وَاَشۡهِدُوۡۤا اِذَا تَبَايَعۡتُمۡ ۖ وَلَا يُضَآرَّ كَاتِبٌ وَّلَا شَهِيۡدٌ ؕ وَاِنۡ تَفۡعَلُوۡا فَاِنَّهٗ فُسُوۡقٌ ۢ بِكُمۡ ؕ وَ اتَّقُوا اللّٰهَ‌ ؕ وَيُعَلِّمُكُمُ اللّٰهُ‌ ؕ وَاللّٰهُ بِكُلِّ شَىۡءٍ عَلِيۡمٌ(282)

282).હે ઈમાનવાળાઓ! જયારે તમે પરસ્પર ચોક્કસ મુદ્દતના માટે એકબીજાથી ઉધારનું લેવડ-દેવડ કરો તો લખી લો અને લખનારને જોઈએ કે પરસ્પરનો મામલો
ન્યાયની સાથે લખે, લખનારને જોઈએ કે લખવાથી ઈન્કાર ન કરે, જેવું અલ્લાહ (તઆલા)એ તેને શિખવ્યું છે તેવી જ રીતે તેણે પણ લખી દેવું જોઈએ અને જેના
પર હક હોય તે લખાવે અને પોતાના અલ્લાહ(તઆલા)થી ડરે જે તેનો રબ છે અને હકોમાંથી કશું
ઘટાડે નહિં, હા જે માણસ પર હકો હોય અને તે અજ્ઞાનિ હોય અથવા કમજોર હોય અથવા લખવાની શક્તિ ન ધરાવતો હોય, તો તેનો વાલી ન્યાયની સાથે લખાવી દે
અને પોતાનામાંથી બે પુરૂષોને સાક્ષી રાખી લો, જો બે
પુરૂષો ન હોય તો એક પુરૂષ અને બે સ્ત્રીઓ જેને તમે સાક્ષી માટે પસંદ કરી લો. જેથી એકની ભૂલચૂકને બીજી યાદ અપાવી દે. અને સાક્ષીઓને જોઈએ કે તેમને
જયારે બોલાવવામાં આવે તો ઈન્કાર ન કરે, અને કરજને જેની મુદ્દત ચોક્કસ છે ભલે નાનું હોય કે મોટું લખવામાં સુસ્તી ન કરો. અલ્લાહ (તઆલા)ની નજીક
આ વાત ધણી ન્યાયવાળી છે. અને સાક્ષીને ઠીક રાખવાવાળી અને શંકાથી પણ વધારે બચાવવાવાળી
છે. અને એ વાત અલગ છે કે તે મામલો રોકડ વેપારના સ્વરૂપમાં હોય જે પરસ્પર લેવડ-દેવડ કરો છો તમારા પર તેને ન લખવામાં કોઈ ગુનોહ નથી. ખરીદ-વેચાણ
વખતે પણ સાક્ષી નક્કી કરી લો, અને (યાદ રાખો) ન તો લખવાવાળાને નુકશાન પહોંચાડવામાં આવે અને ન સાક્ષીને અને જો તમે આવું કરો તો આ તમારી ખુલી નાફરમાની છે.
અલ્લાહ (તઆલા)થી ડરો, અલ્લાહ (તઆલા) તમને
નસીહત આપી રહ્યો છે અને અલ્લાહ (તઆલા) બધુ જ
જાણનાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92