સુરહ આલે ઈમરાન 19,20

PART:-163
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-19,20             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الدِّيۡنَ عِنۡدَ اللّٰهِ الۡاِسۡلَامُ ۗ وَمَا اخۡتَلَفَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ اِلَّا مِنۡۢ بَعۡدِ مَا جَآءَهُمُ الۡعِلۡمُ بَغۡيًا ۢ بَيۡنَهُمۡ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِاٰيٰتِ اللّٰهِ فَاِنَّ اللّٰهَ سَرِيۡعُ الۡحِسَابِ(19)

19).બેશક અલ્લાહની નજીદીક ધર્મ ઈસ્લામ જ છે,અને જેમને કિતાબ આપવામાં આવી તેઓએ ઈલ્મ આવી ગયા પછી પરસ્પર ઈર્ષાના કારણે મતભેદ કર્યો,
અને જેઓ અલ્લાહની આયતો (પવિત્ર કુરઆન)ને ન માને તો અલ્લાહ જલ્દી હિસાબ લેશે.

તફસીર(સમજુતી):-

 ઈસ્લામ એ જ ધર્મ છે. જેનો પ્રચાર અને તાલીમ દરેક નબીઓ પોતાના સમયમાં આપતા રહ્યા અને હવે આ તેનું સંપૂર્ણ સ્વરૂપ છે. જેને અંતિમ રસૂલ મુહંમદ (ﷺ ) દુનિયાની સામે રજૂ કરી રહ્યા છે. જેમાં એકેશ્વરવાદ(તોહીદ), રિસાલત અને આખિરતના માટે એવી રીતે ઈમાન રાખવાનું છે જેવું આપ (ﷺ )એ બતાવ્યું છે. હવે
ફક્ત એ ઈમાન રાખી લેવું કે અલ્લાહ એક છે અથવા થોડા સારા કામો કરી લેવા ઈસ્લામ નથી, ન તેનાથી આખિરતમાં મોક્ષ (નજાત) પ્રાપ્ત થશે, અકીદો અને ધર્મ એ છે કે અલ્લાહને એક માનવામાં આવે, ફક્ત એક અલ્લાહની બંદગી કરવામાં આવે, મુહંમદ (ﷺ ) સહિત તમામ રસૂલો પ૨ ઈમાન રાખવામાં આવે, અને આપ(ﷺ ) પર રિસાલતનો ખાતમો માનવામાં આવે, અને ઉમ્મીદની સાથે એવું યકીન અને અમલ કરવામાં આવે છે જે કુરઆન અને રસૂલના કથન (હદીસ)માં બતાવેલ છે હવે આ ઈસ્લામ ધર્મ સિવાય બીજો ધર્મ અલ્લાહને ત્યાં કબૂલ થશે નહિં.

"અને જે વ્યક્તિ ઈસ્લામના સિવાય કોઈ બીજા ધર્મ ની શોધ કરે તેનો ધર્મ કબૂલ નહિં થાય અને આખિરતમાં તે નુકશાન ઉઠાવનારાઓમાં હશે” (સૂર: આલે ઈમરાન-85)

આપ (ﷺ) એ ફરમાવ્યું. “તે અલ્લાહની કસમ જેના હાથમાં મારી જાન છે જે યહૂદી અથવા ઈસાઈ મારા પર યકીન કર્યા વગર મૃત્યુ પામે તે જહન્નમી છે. (સહીહ મુસ્લીમ) એમ પણ કહ્યું કે હું લાલ-કાળા (તમામ માણસો)ના માટે મોકલવામાં આવ્યો છે, એટલા માટે આપે આપના સમયના બધા રાજાઓને પત્ર લખીને તેમને ઈસ્લામ ધર્મ કબૂલ કરવાનું આમંત્રણ આપ્યું. (સહીહૈન, માધ્યમ ઈબ્ને કસીર)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنۡ حَآجُّوۡكَ فَقُلۡ اَسۡلَمۡتُ وَجۡهِىَ لِلّٰهِ وَمَنِ اتَّبَعَنِ‌ؕ وَقُل لِّلَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ وَالۡاُمِّيّٖنَ ءَاَسۡلَمۡتُمۡ‌ؕ فَاِنۡ اَسۡلَمُوۡا فَقَدِ اهۡتَدَوْا ‌ۚ وَاِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا عَلَيۡكَ الۡبَلٰغُ ‌ ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِالۡعِبَادِ(20)

20).જો તેઓ તમારાથી ઝઘડો કરે તો તમે કહી દો કે મેં અને મારા પેરોકારોએ પોતાને અલ્લાહના માટે સમર્પિત કરી દીધા અને તમે કિતાબવાળાઓ અને અભણ
લોકોને કહો કે ‘શું તમે ઈસ્લામ લાવ્યા?” જો તેઓ ઈસ્લામને કબૂલ કરે તો સીધો રસ્તો મેળવી લીધો અને જો મોઢું ફેરવે તો તમારે ફક્ત પહોંચાડવાનું છે અને અલ્લાહ બંદાઓને જોઈ રહ્યો છે.

તફસીર(સમજુતી):-

અભણ લોકોથી આશય અરબના મૂર્તિપૂજકો છે જે કિતાબવાળાઓની સરખામણીમાં સામાન્ય રીતે અજ્ઞાની હતાં

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92